એપ્રિલ માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચાડી દેવાશે
રાજ્યની પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિર્દ્યાીઓને એપ્રિલ માસમાં જ સ્કૂલોમાંથી પુસ્તકો મળી રહે તેવું આયોજન કરાયું છે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા રાજ્યની તમામ સ્કૂલો સુધી ધોરણ-૧ી ૮ના નિ:શુલ્ક વિતરણ કરવાના પુસ્તકો મોકલી દેવાયા છે અને હવે સ્કૂલોની પરીક્ષા બાદ વિર્દ્યાીઓ પરિણામ લેવા જશે ત્યારે વિર્દ્યાીઓને પુસ્તકો મળી જશે. જ્યારે ધોરણ-૯ી ૧૨ના પુસ્તકો મોકલવાની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ શે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, ઉનાળું વેકેશનનો પ્રારંભ ાય તે પહેલાં જ વિર્દ્યાીઓના હામાં આગામી વર્ષના પુસ્તકો આવી જશે.
પાઠ્ય પુસ્તક મંડળના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે વિર્દ્યાીઓને પુસ્તકો મોડા મળતા હોવાની ફરિયાદ બાદ ચાલુ વર્ષે શાળાઓ પાસેી વિર્દ્યાીઓની માહિતી ઓનલાઈન મંગાવવામાં આવી હતી. સ્કૂલોએ પણ સમયસર માહિતી મોકલી આપતા પુસ્તકો પ્રિન્ટ કરવાની કામગીરી સમયસર શરૂઈ શકી હતી અને હવે વાર્ષિક પરીક્ષા પુરી ાય તે પહેલાં જ જિલ્લા કક્ષાએ પુસ્તકો મોકલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે વિર્દ્યાીઓને વેકેશન પહેલાં જ પુસ્તકો મળી રહેશે અને વેકેશન દરમિયાન આગામી વર્ષનો અભ્યાસ શરૂ કરી શકશે.અત્યાર સુધી દરવર્ષે વિર્દ્યાીઓના હામાં ધોરણ-૧ી ૮ના નિ:શુલ્ક વિતરણ કરવાના પુસ્તકો મોડા આવતા હોવાની ફરિયાદ ઉઠતી હતી. જોકે, આ સમસ્યાના નિરાકરણ માટે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા કમર કસવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ-૧ી ૮માં પુસ્તકો જિલ્લા કક્ષાએ પહોંચતા કરી દેવાયા છે અને સ્કૂલોને પણ ટૂંક સમયમાં મળી રહેશે.
જેી સ્કૂલોની વાર્ષિક પરીક્ષા પૂર્ણ યા બાદ જ્યારે વિર્દ્યાીઓ પરિણામ લેવા માટે જશે ત્યારે તેમના હામાં આગામી વર્ષના પુસ્તકો પણ આપી દેવામાં આવશે. ઉપરાંત ધોરણ-૯ી ૧૨ના પુસ્તકો પણ ટૂંક સમયમાં મોકલી દેવામાં આવનાર છે. આ ઉપરાંત મે માસમાં વેચાણ માટેના પુસ્તકો પણ બજારમાં પહોંચતા કરી દેવાનું આયોજન પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા કરાયું છે.