હૈદરાબાદ સામે મેચમાં એબીએ આઈપીએલ-૨૦૧૮નો સર્વશ્રેષ્ઠ કેચ ઝડપી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા
બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયર લીગની વર્તમાન સીઝનમાં ગઈકાલે હૈદરાબાદ સામે રમાયેલા મેચમાં આરસીબીના એબીડી વિલિયર્સ સર્વશ્રેષ્ઠ કેચ ઝડપી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. છેલ્લા કેટલાક મેચથી ડિ વિલિયર્સ પોતાનું પર્ફોમ બતાવી રહ્યો છે તેના પરથી ક્રિકેટ રસિકોના મનમાં એક સવાલ ઉભો થયો છે કે પ્લે ઓફમાં પ્રવેશવા માટે ઝઝુમી રહેલી આરસીબીની ટીમને ડિ વિલિયર્સનું ફોર્મ પ્લે ઓફમાં પહોંચાડી શકશે?
ગઈકાલે બેંગાલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી લીગ મેચમાં હૈદરાબાદ સામે હોમ ગ્રાઉન્ડ પર આરસીબીની ટીમે ૨૧૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. તેમાં ડિ વિલિયર્સે માત્ર ૩૯ બોલમાં ૬૯ રન ફટકાર્યા હતા અને ટીમને વિશાળ સ્કોર ખડકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આટલું જ નહીં ૨૧૯ રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાનમાં પડેલી હૈદરાબાદની ટીમ જયારે આરસીબીના બોલરની ઢોલાઈ કરી રહી હતી ત્યારે ડિ વિલિયર્સે બ્રાઉન્ટ્રી નજીક એલેકસ હેલ્સનો અદભુત અને અકલ્પનીય કેચ હનુમાન કુદકો લગાવી એક હાથે ઝડપી લેતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ વ્યાપી જવા પામ્યો હતો. ડિ વિલિયર્સના આ કેચને આઈપીએલની ૨૦૧૮ની સીઝનનો સર્વશ્રેષ્ઠ કેચ માનવામાં આવી રહ્યો છે.
બ્રાઉન્ટ્રીની ખુબ જ નજીક હોવા છતાં ડિ વિલિયર્સે જે રીતે હવામાં કુદકો લગાવી એક હાથે કેચ ઝડપી પોતાના શરીરને સમતુલન રાખ્યું તે ખરેખર અદભુત અને અકલ્પનીય હતું. ડિ વિલિયર્સના આ કેચને સર્વશ્રેષ્ઠ કેચ માનવામાં આવી રહ્યો છે. આ કેચ બાદ કોમેનટેટરો એવી ચર્ચા કરતા જોવા મળ્યા હતા કે જો અત્યારે ડિ વિલિયર્સનું ટી-શર્ટ કાઢી નાખવામાં આવે તો નીચે સુપરમેન લખેલું ચોકકસ દેખાશે. ટવીટર પર પણ ડિ વિલિયર્સના કેચના બે મોઢે ક્રિકેટ પંડિતોએ વખાણ કર્યા હતા.
જે રીતે વિરાટ કોહલીની આરસીબી ટીમ હાલ આઈપીએલમાં પ્લે ઓફમાં પ્રવેશવા માટે ઝઝુમી રહી છે તો બીજી તરફ છેલ્લા ત્રણેક મેચથી ડિ વિલિયર્સ બેટ અને ફિલ્ડીંગમાં પોતાનું પફોર્મન્સ આપી રહ્યો છે તે પરથી ક્રિકેટ પ્રેમીઓ એવું માની રહ્યા છે કે ડિ વિલિયર્સ એકલા હાથે આરસીબીને પ્લે ઓફમાં પહોંચાડી દેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com