તળાવને દત્તક લેનાર અજંતા ગ્રુપના પ્રવીણભાઈ પટેલ, જિલ્લા કલેકટર સહિતના અગ્રણીઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું
મોરબી જિલ્લામાં સુજલામ – સુફલામ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકાના વિરપર ગામનું તળાવ સમગ્ર જિલ્લામાં નંબર વન બનાવવાની નેમ આ તળાવને દત્તક લેનાર અજંતાગ્રુપના પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું.
મોરબી નજીક આવેલ ટંકારા તાલુકાના વિરપર ગામના તળાવને ઊંડું ઉતારી જળ સંગ્રહ કરવાની નેમ સાથે અજંતા ગ્રુપ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ દત્તક લેવામાં આવ્યું છે આજે આ તળાવની કામગીરીનું નિરીક્ષણ જિલ્લા કલેકટર માકડીયા, ગામના અગ્રણી વલમજીભાઈ રાજપરા, પ્રભુભાઈ પનારા, મહેશભાઈ લિખિયા સહિતના અગ્રણીઓએ કર્યું હતું.
સુજલામ સુફલામ યોજના હેઠળ હાલમાં આ તળાવમાંથી ૧૦ હજાર સીએમ માટી કાઢવામાં આવી છે અને હજુ પણ ૫૦૦૦ સીએમ માટી કાઢી આ તળાવને સમગ્ર જિલ્લામાં નંબર વન બનાવવાની નેમ આ તળાવને દત્તક લેનાર પ્રવીણભાઈ પટેલે વ્યક્ત કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com