સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત વિષયોમાં બેચલર ડિગ્રીઓ પ્રાપ્ત કરતા સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતના
ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં વિદ્યાર્થીઓને વધુ વિશ્ર્વાસ હોવાનું સામે આવ્યું છે એટલે કે, ભારતીય વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (વેપાર અને વિકાસ) પર મળેલી યુનાઈટો નેશનની કોન્ફરન્સમાં જાણવા મળ્યું છે કે, સાયન્સ, ટેકનોલોજી ડિગ્રી, એન્જીનીયરીંગ અને મેથ્સ વિષયોમાં ભારતીય વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી રહયા છે જે વિશ્ર્વમાં વધુ છે.
વિશ્ર્વભરના આંકડા જોઈએ તો સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરીંગ અને મેથ્સમાં વર્ષ ૨૦૧૨માં પાંચ મીલીયન વિદ્યાર્થીઓએ બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. જેમાંથી ૨૯.૨ ટકા વિદ્યાર્થીઓ ભારતીયો હતા. મંગળવારના રોજ યુએનની બેઠકમાં ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રીપોર્ટ-૨૦૧૮ રજુ કરાયો હતો. જેમાં આ ખુલાસો થયો છે. બેચલર ડિગ્રી મેળવવામાં ભારતીયો પ્રથમ ક્રમાંકે છે. જયારે ત્યારબાદ ૨૬ ટકાની સાથે ચીન બીજા નંબરે આવે છે. યુએને કહ્યું કે, હાલ ડિજીટલ ટેકનોલોજી ક્ષેત્રમાં ઘણી ઉણપ જોવા મળી રહી છે તેના ઘણા દેશો સાક્ષી છે. આ ક્ષેત્રે ઉચ્ચ આવડત ધરાવતા કારીગરોની ખામી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com