ઓનલાઈન શોપીંગ નો ક્રેઝ દિવસે દિવસે લોકોમાં વધતો જાયછે.તમને લગભગ બધી જ બ્રાન્ડ ઓનલાઈન શોપિંગ સાઈટ પર મળી જશે, પછી ભલે તે મોંઘુ હોય કે સસ્તું હોય.ઓનલાઈન શોપિંગ દરમિયાન ઘણી જ સમસ્યાઓ સામે આવેછે.આજે અમે તમને જણાવિશુ કે પર્સ અથવા હેન્ડબેગ ની ઓનલાઈન શોપીંગ કેવી રીતે કરવી.
- બેગનું વજન અને આકાર ધ્યાનથી જુઓ.ઓનલાઈન હેન્ડબેગ શોપિંગ સાઈટ તેના ઉત્પાદનની પૂરી જાણકારી આપે છે.
- વધારે સામાન લઈને જાઓ છો તો મોટી બેગ શોધો.
- વજનદાર બેગથી બચો કારણ કે તે તમારા ખભા માટે આફત સમાન છે.
- તમારી મનપસંદ બ્રાન્ડનાં હેન્ડબેગની નાની નાની જાણકારી જેવી કે લોગો, ઝીપર્સ, સિલાઈ તેમજ કાપડના વિશે વધારેમાં વધારે માહિતી એકઠી કરી લો.
ઓનલાઈન સ્ટોરમાં કેટલાક ડીઝાઈનર બેગ જેવી જ દેખાતી બેગ મળી શકે છે. તેવી બેગને ઓળખો અને મુર્ખ બનવાથી બચો