અહીં સૌથી એક્ટિવ જ્વાળામુખી કિલાઉ છે, જે ૧૯૮૩થી સતત લાવા ઓકી રહ્યો હતો અને જે છેલ્લાં ૧૨ દિવસથી મોટાં વિસ્ફોટ સાથે સક્રિય થયો છે.અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીના કારણે આજે ઓથોરિટીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓથોરિટીએ ચેતવણી આપી છે કે, જ્વાળામુખીની રાખના કારણે હવામાં ઝેરી તત્વો ભળી રહ્યા છે. ગમે તે ક્ષણે તેમાંથી ગેસ શોટ્સ એટલે રાખના ફૂવારા હવામાં ફેલાશે. હાલ આ જ્વાળામુખીમાંથી સતત લાવા બહાર નિકળી રહ્યો છે. જ્યારે ગ્રે ધૂમાડાના જાડા થડ હવામાં હજારો ફૂટ સુધી ફેલાઇ રહ્યાછે.આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ
યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વેએ હવાઇ આઇલેન્ડ પર આજે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેનો અર્થ એ થાય છે કે, જ્વાળામુખીમાં આજે કોઇ પણ સમયે પ્રચંડ વિસ્ફોટો થવાની શક્યતાઓ છે. આજે જ્વાળામુખીમાં થતાં વિસ્ફોટો વધુ નુકસાનકારક હશે. જેના કારણે જમીન અને હવા બંને સ્થળે માનવજીવનને જોખમ છે.યુએસજીએસ સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારથી હાલેમોકાઉ એરિયા તરફ રાખના બ્લાસ્ટ થઇ રહ્યા હતા. જે દર્શાવે છે કે, જ્વાળામુખીની તીવ્રતામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર ૧.૮૫ લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્થિતિ ભયજનક છે. અત્યાર સુધી ૧૫,૦૦૦થી વધુ લોકોનું ઓથોરિટીએ સ્થળાંતર કરાવ્યું છે.સાઉથ-વેસ્ટ સ્ટેટમાં જ્વાળામુખીમાંથી સતત રાખના બ્લાસ્ટ થઇ રહ્યા છે, જેના કારણે હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે. ગમે તે ક્ષણે જ્વાળામુખીની તીવ્રતામાં અનેકગણો વધારો થઇ શકે છે. એટલું જ નહીં, આજે જ્વાળામુખીમાંથી લાવા અને રાખના બ્લાસ્ટ વધુ પ્રચંડ થશે.
રડાર અને પાઇલોટ રિપોર્ટના આધારે જ્વાળામુખીની આસપાસ રાખના વાદળો બની રહ્યા છે. જે દરિયાના લેવલથી ૧૨ હજાર ફૂટ ઉપર છે. ઓથોરિટીએ લોકોને મોકલ્યા મેસેજ મે મહિનાની શરૂઆતથી જ સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીના ૧૨માં દિવસે પહેલીવાર હવાઇ ઓથોરિટીએ સ્થાનિકોને મોબાઇલ પર મસેજે મોકલીને ચેતવણી આપી છે. ઓથોરિટીએ મેસેજ મોકલાવ્યા અનુસાર, રાખના વાદળોના કારણે તેઓની આંખો અને શ્વાસોશ્વાસની તકલીફ થઇ શકે છે.હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ડેન્જરસ લેવલ સુધી વધી રહ્યું છે. તેથી હેલ્થ ઓફિશિયલ્સે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
જ્વાળામુખીમાં અત્યાર સુધી ૨૦ ફિશર (તિરાડ) ખુલી ગઇ છે. લાવાના કારણે અત્યાર સુધી ૩૭ જેટલાં ઘરો બળીને ખાખ થઇ ગયા છે અને ૨,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે, અત્યાર સુધી જ્વાળામુખીના કારણે આઇલેન્ડની ૭૫ ટકા સ્થાવર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર ૧.૮૫ લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્થિતિ ભયજનક છે.
આસપાસના વિસ્તારોમાં લાવા અને ધૂમાડાના થરકિલાઉ જ્વાળામુખી ૬ લાખ વર્ષ જૂનો છે. થોડાં દિવસો પહેલાં આ જ્વાળામુખીની પાસે ૨૪ કલાકમાં ૨૫૦થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા. માઉન્ટ કિલાઉ જ્વાળામુખી ફાટ્યા બાદ આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com