ધ્રાગધ્રા બાયપાસ રોડ પર આવેલી કલ્પના ચોકડી પાસેથી નમઁદા કેનાલની પાઇપ લાઇન દ્વારા ધ્રાગધ્રાના મિલેટ્રી સ્ટેશનમા પાણી પહોચાડવાની સુવીધા કરાઇ હતી જે પાઇપલાઇનમા ગેરકાયદેસર રીતે પાણી ચોરીના બનાવો અગાઉ પણ બની ચુક્યા છે ત્યારે કેટલાક બનાવોની ફરીયાદો બાદ ધ્રાગધ્રા બાયપાસ પાસેથી આઇસ ફેક્ટરીના સંચાલક દ્વારા પાણી ચોરી કરાતુ હોવાનુ કૌભાંડ બહાર આવ્યુ હતુ જેમા ધ્રાગધ્રા બાયપાસ પાસે આવેલી કલ્પના ચોકડી પાસેથી મિલેટ્રી સ્ટેશન સુધી પાણી પહોચાડવા માટેની સુવિધા કરાઇ છે.
જે પાઇપ લાઇન નમઁદા કેનાલમાથી નિકળી મિલેટ્રી સ્ટેશન સુધી લંબાવાઇ હતી જ્યારે આ પાઇપ લાઇનમા ગેરકાયદેસર રીતે પોતાની પ્રાઇવેટ પાઇપ ફીટ કરી બાયપાસ પાસે આવેલી નુર આઇસ ફેકટ્રીના સંચાલક દ્વારા આ પાણી ચોરી કરતી હોવાની ફરીયાદ કરાઇ હતી જેથી પાણી પુરવઠા શાખા દ્વારા કલાકોના ગલ્લા-તલ્લા બાદ ઉચ્ચસ્તરે રજુવાત કરતા પુરવઠાના એન્જી. દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરતા ખરેખર પાણી ચોરી થતી હોવાની વાત સામે આવી હતી.
નુર આઇસ નામની આ ફેક્ટરી દ્વારા પાણી ચોરીની બાબત સામે આવતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તાલુકા પોલીસ તથા ડે.કલેક્ટરને જાણ કરી હતી જેમા પાણી ગેરકાયદેસર જોડાણ કરી પાણી ચોરીની ફરીયાદ ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. જોકે હજુ પણ કેટલાક મોટા પાણીચોરીના કૌભાંડો ખુલે તેવી આશંકા સેવાઇ રહી છે પરંતુ પુરવઠા તંત્ર દ્વારા માત્ર એક સ્થળે તપાસ બાદ નામઠામ વિના કાયઁવાહી કરી ભીનુ સંકેલવાનો પ્રયાસ થયો હોવાની શંકા પણ ઉદભવી છે. ત્યારે હજુ પણ હાઇવે પર કેટલીક હોટલોમા ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરાતુ હોવાની ફરીયાદો છે છતા પુરવઠા તંત્ર તેઓની સામે આંખ આડા કાન કરતા હોવાનુ બહાર આવ્યુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com