સ્થાની સ્વરાજની સંસ્થા નગરપાલિકામાં ચુંટાયેલા પ્રમુખ વિરુઘ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજુ થતાં ધોરાજી નગરપાલિકા ના ચી. ઓફીસરે હાઇકોર્ટ સમક્ષ અવિશ્ર્વાસની દરખાસ્ત રદ કરવા માર્ગદર્શન માગી બંધારણીય જોગવાઇ મુજબ એક વર્ષ સુધી ચુંટાયેલા પ્રમુખને દુર કરી શકાતા ન હોવાનું જણાવ્યું હતું આ મામલે ગુજરાત હાઇકોર્ટે હાલ તૂર્ત સ્ટે આપ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લાની ધોરાજી નગરપાલિકામાં ચાલુ વર્ષ ફેબ્રુઆરી માસમાં ચુંટાઇ આવેલા દામજીભાઇ ભાસા પ્રમુખ તરીકે સત્તા સ્થાને છે દામજીભાઇને પ્રમુખ પદેથી હટાવવા માટે ૧પ ચુંટાયેલા સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરતા આ મામલે પ્રમુખે હાઇકોર્ટમાં દ્વાર ખખડાવ્યા હતા.
હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી ધોરાજી પાલિકા પ્રમુખ દામજીભાઇએ દાદ માંગતા જણાવ્યું હતું કે બંધારણીય જોગવાઇ મુજબ લોકશાહીમાં પ્રમુખને ચુંટાયાના એક વર્ષમાં પદ પરથી હટાવી શકાતા નથી અને તેમના વિરુઘ્ધ થયેલી અવિશ્ર્વાસની દરખાસ્ત લોકશાહીના સિઘ્ધાંત વિરુઘ્ધની છે.
વધુમાં આ મામલે હાઇકોર્ટના જજ એ.જે. શાસ્ત્રીએ કેસને સુનાવણી પર લઇ હાલ તૂર્ત અવિશ્ર્વાસની દરખાસ્ત સામે સ્ટે આપ્યો અને આ કેસની વધુ સુનાવણી ૧૩ જુને રાખી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com