તિરસ્કૃત કન્ટેન્ટ, આતંક અને સેક્સને લગતી ત્રણ કરોડ પોસ્ટ ઉપર તૂટી પડતું ફેસબુક
કેમ્બ્રિજ ડેટા લીક કૌભાંડ બાદ ફેસબુક લોકોનો ડેટા સુરક્ષીત રાખવા ઉંધેમાથે થયું છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ફેસબુક હાલ અવ્વલ નંબરે છે. ત્યારે ફેસબુકના અન્ય વિકલ્પ તરફ પણ નજર દોડાવાઈ રહી છે. માટે ફફડી ઉઠેલા ફેસબુકે ૫૮ કરોડ ફેક એકાઉન્ટનો સફાયો કર્યો છે. ઉપરાંત તિરસ્કૃત ક્ધટેઈન,સેકસ સામગ્રી અને આતંકવાદને પ્રોત્સાહન આપતી ૩ કરોડ પોસ્ટને ડિલીટ કરી છે.
વિગતોનુસાર ફેસબુકે ૨૦૧૮ના પ્રમ ત્રણ મહિનામાં જ પ્લેટફોર્મમાં સફાય અભિયાન હાથ ધર્યું હતું અને ૫૮.૩ કરોડ ફેક એકાઉન્ટને ડિલીટ કર્યા હતા. આ એકાઉન્ટ ફેક હોવા ઉપરાંત હિંસક તસ્વીરો, હેટ સ્પીચ થતા સેકસને લગતી સામગ્રીથી ભરેલા હતા. ફેસબુકે ફેક એકાઉન્ટ ડિલીટ કર્યા હોવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.
થોડા દિવસો પહેલા કેમ્બ્રિજ એનાલીટીકા ડેટા લીક કૌભાંડ બાદ ફેસબુકની વિશ્ર્વસનીયતા ઉપર અનેક પ્રશ્ર્નો ઉઠયા હતા. લાખો લોકોએ ફેસબુક પર એક્ટિવેશન ઓછુ કર્યું હતું. ઘણા લોકોએ એકાઉન્ટ ડીલીટ કર્યા હતા. જો કે, હવે આ પ્રકારનો બનાવ નહીં બને તેવી ધરપત ફેસબૂક આપી ચૂકયું છે. જેના ભાગરૂપે શંકાસ્પદ ડેટા ડીલીટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ત્રણ મહિનામાં ૫૮ કરોડ ફેક એકાઉન્ટ ડીલીટ કર્યા છતાં હજુ ફેસબુકના ત્રણ થી ચાર ટકા એક્ટિવ એકાઉન્ટ ફેક હોવાનું માનવામાં આવે છે. ફેક પ્રોફાઈલ ઉપર ફેસબુક બાજ નજર રાખી રહ્યું છે. ફેસબુકની પ્રાયવસી પોલીસી તોડનાર એકાઉન્ટને પણ રદ્દ કરવામાં આવી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે, દર ૧૦ હજાર ક્ધટેઈન વ્યૂહમાં ૨૨ થી ૨૭ ક્ધટેઈન ગ્રાફીક વાયોલેશન ધરાવતા હોય છે. આ પ્રકારના એકાઉન્ટ ફેસબુકના સ્ટાડર્ડને અનુસરતા નથી. પરિણામે ફેસબુક તેમના પર સખત કાર્યવાહી કરે છે.
આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, છેલ્લા થોડા સમયમાં જ આતંકને પ્રોત્સાહન આપતા ક્ધટેઈન્ટનું પ્રમાણ ૭૩ ટકા જેટલું વધી ગયું છે. જે ખરેખર ખૂબજ ગંભીર બાબત છે. આ ઉપરાંત ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને અશ્ર્લીલ સાહિત્યનું પણ પ્રમાણ વધતુ જાય છે. જેના કારણે ફેસબુક ઝડપી પગલા લઈ રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com