રાજસ્થાન રોયલ્સની ટીમ ભલે IPLમાં રમતી થઈ ગઈ હોય પરંતુ શ્રીસંથ માટે મુશ્કેલી ઓછી થઈ નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, IPL સ્પોટ ફિક્સિંગ મામલામાં શ્રીસંથ સહિત ઘણા ખેલાડઓને આરોપ મુક્ત કરવાના નિચલી કોર્ટના ચૂકાદાની સામે કરાયેલી અપીલનો જુલાઈના અંત સુધીમાં ચુકાદો આપવામાં આવે.શ્રીસંથે કેરળ હાઈકોર્ટના એ ચૂકાદા સામે સુપ્રીમમાં અરજી કરી હતી.
જેમાં ઇઈઈઈંના શ્રીસંથ પર લગાવેલા આજીવન પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડની ખંડપીઠે કહ્યું કે, તેઓ ક્રિકેટ ખેલાડીની ક્રિકેટ રમવાની ઉત્સુકતાને સમજે છે પરંતુ નીચલી કોર્ટના ચૂકાદા સામે દિલ્હી પોલીસની અપીલ પર દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાની રાહ જોશે. શ્રીસંથે અંતિમ નિર્દેશ આપવાનો અનુરોધ કરતાં કહ્યું કે, ઈંઙક સ્પોટ ફિક્સિંગ મામલામાં આરોપમુક્ત કરવામાં આવ્યાના તથ્યને ધ્યાને રાખી તેને કાઉન્ટી ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવી જોઇએ. ક્રિકેટર શ્રીસંથ તરફથી લાંબા સમયથી પોતાના ક્રિકેટ કેરિઅર માટે માંગણી કરી રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com