ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપના અગ્રણી નીતીન ભારદ્વાજે કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજયને આવકારતા જણાવ્યું હતું કે કર્ણાટકમાં લોકચુકાદો ભાજપની તરફેણમાં આવ્યો છે. કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે. અને કોંગ્રેસ હવે માત્ર ત્રણ રાજયો પૂરતી જ સતામાં રહી છે ત્યારે ભાજપના આ વિજયથી એવું ફલીત થાય છે કે ભારતનો રાજકીય નકશો બદલાઇ રહ્યો છે. અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની વિકાસલક્ષી રાજનીતીથી સમગ્ર દેશના મતદારો પ્રભાવીત થયા છે.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મળેલા આ બહુમુલ્ય વિજયને આવકાર્યો હતો. અંતમાં ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ વિસર્જનનું ગાંધીજીનું સ્વપ્ન નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કર્યુ છે ત્યારે આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ નેસ્તનાબુદ થઇ જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com