અધિક માસમાં કુલ ર૯ દિવસ: સુદમાં ચોથનો ક્ષય: વદમાં ૧૪મો ક્ષય અને વદમાં પાંચમની વૃઘ્ધી: શહેરભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
જેઠ સુદ એકમ આવતીકાલે તા. ૧૬ મે ને બુધવારથી પુરૂષોતમ માસની શરુઆત થશે તેમજ અધિક જેઠ વદ અમાસ તા. ૧૩-૬ ને બુધવાર ના રોજ પુર્ણ થશે અમ વિષ્ણુભગવાનનો પ્રિય વાર બુધવારથી પુરૂષોતમ માસ શરુ પણ થશે અને પુર્ણ પણ થશે આ વર્ષે પુરૂષોતમ માસમાં કુલ ર૯ દિવસ છે શુદમાં ચોથનો ક્ષય છે. વદમાં ૧૪ નો ક્ષય છે. અને વદમાં પાંચમની વૃઘ્ધિ છે.
હિન્દુ પંચાગમાં પુનમ હોય ત્યારે આકાશમાં પણ પુનમનો ચંદ્ર હોય છે પરંતુ અંગ્રેજી પંચાગમાં આ બાબત અશકય છે.
સામાન્ય રીતે ૧ર ચંદ્ર માસ એટલે કે ૩૫૪ દિવસનું એક વર્ષ થાય છે. જયારે સૂર્ય વર્ષના દિવસો ૩૬૫ છે. આ તફાવત આશરે ૧૦ દિવસનો ફર્ક પડે છે. આથી દર ૩૧ કે ૩૩ મહિના બાદ એક અધિક માસ આવેછે કયારેય ૩પ મહિના બાદ અધિક માસ આવે છે.
આ વર્ષે ૩૪ મહીના પછી અધિક માસ આવ્યો છે.
મહાભારત કાળમાં અધિક માસની ગણનાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે દર પાંચ વર્ષે બે અધિક માસ આવે તેવો ઉલ્લેખ જોવા મળતો હતો.
મહત્વ: પૃથ્વી પરનો શ્રેષ્ઠ મહિનો એટલે પુરૂષોતમ માસ આ મહિનામાં ભગવાન પોતે પૃથ્વી પર વિચરણ કરે છે.
જે લોકો આ મહિનામાં ભકિત કરશે તેને તેનું ફળ તુરંત મળશે પુરૂષોતમ માસમાં ભગવાનની ભકિત કરવાથી દારીદ્રયતા દુર થાય છે. શાંતિની પ્રાપ્તી થાય છે જે લોકો આ મહીનામાં ભકિત કરે છે.કથા શ્રવણ કરે છે તેને કદી દુ:ખ અને વિપત્તી આવતી નથી. પુરૂષોતમ માસમા ઘઉ, ચોખા, સફેદ ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, કાંગ સામો આદુ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધાલૂણ સમુદ્રનુ મુઠું, દહિ ઘી મલાઇ નહિ કાઢેલું દુધ ફણસ કેરી જીરૂ સૂંઠ આંબલી સોપારી આમળાં તેલમા નહી તળેલી વસ્તુ લઇ શકાય છે.
પુરૂષોતમ માસમા બ્રહ્મચર્યનું પાલન કરવું જમીન પર સુુવુ રાત્રી પહેલા જમવું વાશી ખોરાક ખાવો નહી પુરૂષોતમ માસનું વ્રત અને કથા સાંભળવાથી સ્વર્ગ અને મોક્ષનો મળે જ છે. પરંતુ આજ જન્મમાં શાંતિ તો મળે જ છે. પરંતુ આજ જન્મ મા શાંતિની પ્રાપ્તિ પણ થાય છે. બસ નિયમોનું પાલન આજીવન કરવું જરુરી છે.
રામેશ્વર મહાદેવ મંદીર
રૈયા રોડ બ્રહ્મસમાજ સામે, અનિલ જ્ઞાન મંદીર સ્કુલ પાછળ જીવનનગર શેરી નં.૪ માં આવેલ રામેશ્વર મહાદેવ મંદીરમાં તા.૧૬ થી ૧૩મી જુન સુધી પુરૂષોતમ માસ નિમીતે અનેક વિધ ધાર્મિક ર્કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આખો મહિનો સવારથી રાત્રિ સુધી પુજા અર્ચના, ઘ્યાન, સત્સંગ, ગંગા દશહરા, ભગવાનની પ્રદક્ષિણા, દિપમાલા, ભજન ધુન શણગાર સહીત ભકિત ભાવથી ઉજવણી કરવામાં આવશે.
મંદીરના સહવ્યવસ્થાપક વિજયભાઇ જોબનપુત્રાની દેખરેખ નીચે પટાંગણમાં પુરૂષોતમ ભગવાનની સામુહિક પૂજા પાઠ સાથે કથાનું મહામ્ત્ય ભાવિકોને સમજાવવામાં આવશે.
મંદીરના પૂજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ, સાથી પૂજારી જેન્તીભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ પૂજા વિધિ, ભગવાનની કથાનું રસપાન સાથે ધાર્મિક કાર્યક્રમોમાં રહીશોમાંથી નવીનભાઇ પુરોહિત, વિજયભાઇ જોબનપુત્રા, વિનુભાઇ ઉપાઘ્યાય, પાર્થ ગોહેલ, પંકજભાઇ મહેતા, ગોવિંદભાઇ ગોહેલ, ભરતભાઇ મહેતા, શૈલેષભાઇ પુજારા, વી.સી. વ્યાસ, નયનેશ ભટ્ટ, રસિકભાઇ શુકલ, તેજસ ચોકસી, સત્સંગ મંડળના કાયકરોએ વ્યવસ્થા સંભાળવા જહેમત ઉઠાવી છે તેમજ પુજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટે ભાવિકોને લાભ લેવા અનુરોધ કર્યો છે.
રતનપર રામચરીત માનસ મંદીર
રામચરિતમાનસ મંદીરમાં પુરૂષોતમ માસ નીમીતે ભાવિકો માટે પુજન-દર્શન, આરતી, સત્સંગ વગેરેનું આયોજન કરાયું છે. અધિક માસમાં મહિલા સત્સંગ મંડળ, સખી મંડળ, ભજન મંડળ એમ બહેનોના વિવિધ મંડળો પોતાના ગ્રુપના બહેનો સાથે વનભોજન કરવા માટે મંદીર બગીચો ધાર્મિક સ્થળ વગેરે સ્થળોએ જતા હોય છે. આવા ભાવિકો મંડળો માટે અધિક માસમાં રામચરિત માસન મંદીરે આખો માસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
રામમંદીરના બગીચા-ક્રીડાંગણમાં તેમજ અન્નપૂર્ણા કક્ષમાં વનભોજનની વ્યવસ્થા કરાઇછે. પુરૂષોતમ માસની શુકલ પુર્ણિમાએ રામમંદીરે વ્રતની પુનમ ભરવાનું આયોજન થશે. જેમાં સત્યનારાયણની કથાનું આયોજન કરાયું છે. જયાં ગૌસેવા અન્નક્ષેત્ર જલસેવા, કાયમી આયુર્વેદીક ચિકિત્સાલય, રામાયણના પાઠ, પદયાત્રા, મેડીકલ કેમ્પ વગેરે સેવા પ્રવૃતિઓથઇ રહી છે.
રામચરિત માનસ મંદીરે અધિક માસમાં પુજા આરતી દર્શન રામાયણ પાઠ અને ભોજન મહાપ્રસાદનો લાભ લેવા સર્વે ભાવિકોને સીયારામ મંંડળીએ અનુરોધ કર્યો છે. રાજકોટથી રામમંદીર આવવા-જવા માટે ત્રિકોણ બાગથી સીટી બસ નં. ૧૦,૪૫,૪૬,૫૫ ઉ૫લબ્ધ છે.
ગીતા વિઘાલય
જંકશન પ્લોટ ખાતે ગીતા વિઘાલય ટ્રસ્ટ દ્વારા તા.૧૬-પ થી શરુ થતાં પવિત્ર પુરૂષોતમ માસમાં વિવિધ સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક સેવા પ્રવૃતિઓ દ્વારા પુરુષોતમ માસની ભકિતભાવપૂર્વક ઉજવણી થશે. જેમાં ગીતા વિઘાલયના ગીતા મંદીર પરિસરમાં પુરૂષોતમ ભગવાનની દર્શનીય પ્રતિમાનું સ્થાપન જશે. પ્રતિદિન સાંજે પ થી ૭ વાગ્યા સુધી મહીલા સંત્સગ મંડળના ભજન સત્સંગ તથા કથાવાંચન થશે.
નિત્ય પૂજા આરતી, દર્શનનો ધર્મલાભ થશે. તબીબી સહાય અર્થે તા. ૧૮ અને તા. રપ ના રોજ સાંજે પ થી ૬ નિ:શુલ્ક સત્ય સાઇ કિલનીકમાં વિના મૂલ્યે નિદાન સારવાર કેમ્પ યોજાશે. અને તા. ર૭ ના રોજ સવારે ૧૦ થી ૧ર રાહત દરે હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાશે. તા.૧ જુનથી શૈક્ષણિક સહાય અર્થે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાઓનું વિતરણ થશે.
ગીતા વિઘાલય ગીતા મંદીરમાં પુરૂષોતમ માસની ઉજવણીમાં સહભાગી થવા સર્વે ભાવિકોને ગીતા વિઘાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com