માણાવદરથી ઘેર પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત: પરિવારમાં શોક
વંથલી નજીક આવેલા નરેલી ગામ નજીક કાર પલ્ટી ખાઈ જતા રાજકોટના પ્રૌઢનું કાર અકસ્માતમાં મોત નિપજયું હતું. પ્રૌઢના મૃત્યુથી તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બજાર સામે રહેતા અને કટારીયા શો-મના માલિક પારસભાઈ વલ્લભભાઈ કટારીયા નામના ૪૩ વર્ષના પટેલ પ્રૌઢ માણાવદર નજીક આવેલા જાકોદર ગામેથી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે વંથલી અને માણાવદર વચ્ચે ડ્રાઈવીંગ પરનું કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. કાર અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢને અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક બે ભાઈ અને એક બહેનમાં વચ્ચેટ હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વંથલી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com