દરિયાનું પાણીએ બહુજ મોટા પ્રમાણમા નદીઓ ખડકો અને બીજા જળાશયોના પાણી મળવાથી ખારું અને ક્ષાર વાળું બને છે માટે તેમાં દરિયાઈ જીવો અને વનસ્પતી દ્વારા પણ દરિયો ખારો બને છે અને આ ખારું બનવાના કારણે જ તેમાથી મળતું મીઠું પકવી શકાય છે.
દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું હોય છે. આ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે. ખડકો ક્ષાર ધરાવે છે. વરસાદથી આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં ભળે છે અને નદી દરિયાને મળે છે. દરિયાની અંદરના ખડકોના ક્ષાર પણ દરિયાના પાણીમાં ભળે છે.
નદીના વહેતા પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું હોવાથી તે ખારું લાગતું નથી. પરંતુ દરિયાના પાણીની સૂર્યની ગરમીથી વરાળ થતી રહે છે અને મીઠું અંદર રહે છે, આથી દરિયાનું પાણી ખારું હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com