કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો પૈકી ૨૨૨ બેઠકોને ચૂંટણીની મત ગણતરીમાં ભાજપ ૧૧૦, કોંગ્રેસ ૭૦, જેડીએસ ૪૦ અને અન્ય પક્ષ ૨ બેઠકો પર આગળ
ભાજપ એકલા હાથે કર્ણાટકમાં સરકાર બનાવે તેવા આસાર
ભાજપે વધુ એક રાજય કોંગ્રેસ પાસેી આંચકી લીધુ: કોંગ્રેસ પાસે માત્ર ૩ રાજયો જ બચ્યા
દેશના ૨૨ રાજયોમાં હવે ભાજપની સરકાર: ૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે ભાજપની રાહ આસાન
દેશના વડાપ્રધાન પદે સત્તારૂઢ યાના ચાર વર્ષ બાદ પણ દેશમાં નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા હજૂ અકબંધ હોવાનું આજે પુરવાર થયું છે. દેશના સૌથી મોટા રાજયો પૈકીના એક એવા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ કોંગ્રેસ પાસેથી વધુ એક રાજય આંચકી લેવામાં સફળ થયું છે. કર્ણાટક વિધાનસભાની ૨૨૪ પૈકી ૨૨૨ બેઠકો માટે ગત શનિવારે યોજાયેલા મતદાન બાજ આજે હાથ ધરવામાં આવેલ મત ગણતરીમાં ભાજપનો વિજય વાવટો લહેરાયો છે. આ લખાય રહ્યું છે ત્યારે ૨૨૨ બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે. જેમાં ૧૧૦ બેઠકો પર ભાજપ, ૭૦ બેઠકો પર કોંગ્રેસ, ૪૦ બેઠકો પર જેડીએસ અને ૨ બેઠકો પર અન્ય રાજકીય પક્ષો આગળ ચાલી રહ્યાં છે. ભાજપન બહુમતિથી માત્ર ૩ બેઠકો જ દૂર હોય કર્ણાટકમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવે તેવા સુખદ આસાર મળી રહ્યાં છે. કર્ણાટકની જીત સો વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપની રાહ વધુ આસાન બની ગઈ છે.
કર્ણાટક વિધાનસભાની ૨૨૪ પૈકી ૨૨૨ બેઠકો માટે ગત શનિવારે મતદાન યોજાયું હતું. આઝાદી બાદ થયેલ રેકોર્ડબ્રેક મતદાન બાદ તમામ ન્યૂઝ ચેનલ અને ખાનગી એજન્સીના સર્વેમાં એવું બતાવવામાં આવતું હતું કે, કર્ણાટકમાં ભાજપ સૌથી મોટો રાજકીય પક્ષ બની ઉભરી આવશે પરંતુ ત્રિશંકુ વિધાનસભા બનશે અને જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવશે. આજે સવારી હાથ ધરવામાં આવેલ મત ગણતરીમાં પ્રમ એક કલાકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી હતી. ત્યારબાદ ભાજપે લીડ હાંસલ કરી લીધી હતી. એક તબકકે એવું લાગતું હતું કે, કર્ણાટક વિધાનસભા ત્રિશંકુ બનશે અને સરકાર બનવા માટે પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો પક્ષ જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવશે. જો કે હાલ જે રીતના રુઝાન પ્રાપ્ત ઈ રહ્યાં છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, કર્ણાટકમાં ભાજપ પોતાના બળે એકલા હથે સરકાર બનાવશે. ૨૨૪ બેઠકો પૈકી ૨૨૨ બેઠકોની મતગણતરીના પ્રારંભીક રુઝાનમાં ભાજપને ૧૧૦ બેઠકો મળી રહી છે અને ભાજપ બહુમતિથી માત્ર ૨ બેઠકો જ દૂર છે. જયારે સામાપક્ષે કોંગ્રેસને માત્ર ૭૦ બેઠકો જ પ્રાપ્ત ઈ રહી છે. જેડીએસને ૪૦ અને અન્ય પક્ષને ૨ બેઠકો મળી રહી છે. જો રુઝાન પરિણામમાં પરિવર્તીત થશે તો ભાજપ એકલા હાથે સરકાર બનાવવા સક્ષમ છે.
લોકસભાની ચૂંટણીને આડે હવે એક વર્ષ જેટલો જ સમયગાળો બચ્યો છે ત્યારે દેશમાં મોદી લહેર યાવત હોવાનું આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કર્ણાટકની જીત સાથે હવે દેશના ૨૨ રાજયોમાં ભાજપની સરકાર છે. એટલે કે, ૮૬ ટકાી વધુ વસ્તી પર કમળ રાજ કરી રહ્યું છે તો સામાપક્ષે કોંગ્રેસ પાસે પંજાબ સહિત માત્ર ૩ રાજયોમાં જ સત્તા બચી રહી છે. માત્ર ૨.૫ ટકા વસ્તી પર જ કોંગ્રેસનું શાસન છે. કર્ણાટકમાં લીગાયત સમાજના પ્રભુત્વવાળી બેઠકો પર પણ ભાજપની ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. ભાજપ સૌથી મોટો રાજકીય પક્ષ બનતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર આજે સવારે નવીદિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવા દોડી ગયા હતા જયાં તેઓએ અમિતભાઈ સાથે બેઠક કરી સીધા જ કર્ણાટક જવા રવાના થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩માં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને કારમો પરાજય આપી સ્પષ્ટ બહુમતિ સો સત્તા સુખ હાંસલ કર્યું હતું. પાંચ વર્ષ બાદ કર્ણાટકની જનતાએ સ્પષ્ટ બહુમતિની સરકારને ઉખેડી ફેંકી છે અને ફરી એક વખત ભાજપના હામાં સત્તા આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકમા ૨૧ રેલીઓ યોજી હતી જે ૧૬૮ બેઠકોને અસર કરે છે જે પૈકી ૮૮ બેઠકો પર ભાજપની જીત થઈ છે. તો સામાપક્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૧૦૯ બેઠકોને અસર કરતી ૪૭ રેલીઓ કરી હતી. જે પૈકી ૫૨ બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. રાહુલની અધ્યક્ષતામાં કોંગ્રેસની લગાતાર હાર થઈ રહી છે. વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કર્ણાટક વિધાનસભાના પરિણામ ભાજપ માટે ખૂબજ લાભદાયક સાબીત થશે.
કયાં પક્ષને કેટલી બેઠકો મળી
ભાજપ ૧૧૦
કોંગ્રેસ ૭૦
જેડીએસ ૪૦
અન્ય પક્ષ ૨
કયાં પક્ષને કેટલા ટકા મતો મળ્યા
ભાજપ ૪૨ %
કોંગ્રેસ ૪૦ %
જેડીએસ ૧૩ %
અન્ય પક્ષ ૫ %
મુખ્યમંત્રી સિધ્ધારમૈયા બન્ને બેઠકો પર પાછળ
કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી સિધ્ધારમૈયા બન્ને બેઠકો પરી પાછળ ચાલી રહ્યાં છે. તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પરી ઝુંકાવ્યું હતું. બાદામી વિધાનસભા સીટ પરી તેઓ શરૂ આતમાં ખૂબજ આગળ ચાલતા હતા. જયારે સામુંડેશ્ર્વરી બેઠક પરી તેઓ ખૂબજ પાછળ હતા. દરમિયાન આ લખાય છે ત્યારે સિધ્ધારમૈયા બન્ને બેઠકો પરી પાછળ ચાલી રહ્યાં છે. આ કોંગ્રેસ માટે ખૂબજ ખરાબ નિશાની છે.
અમિત શાહ સાથે બેઠક બાદ પ્રકાશ જાવડેકર બેંગાલુરુ પહોંચ્યા
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ ભાજપની છાંવણીમાં ખૂશાલી વ્યાપી જવા પામી છે. કર્ણાટકમાં સરકાર બની રહ્યાંનું માલુમ પડતા આજે સવારે કેન્દ્રીય કેબીનેટ મંત્રી પ્રકાશ જાવડેકર નવીદિલ્હી સ્િિત ભાજપના રાષ્ટ્રીય અમિત શાહને મળ્યા હતા અને તેઓની સાથે બેઠક યોજયા બાદ બેંગાલુરુ જવા રવાના થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાને જાહેર કર્યા છે.