કેશોદ એસ.ટી. કેન્ટિનમાં નાની ઉંમરના બાળકો પાસે એસટી કેન્ટીન સંચાલક વેફર બિસ્કીટ ચેવડા સહિતની ખાધ સહિતની સામગ્રીનું વેચાણ કરાવી નાના બાળકો પાસે બાળ મજૂરી કરાવીને બાળ મજૂરીને પ્રોત્સાહન આપી રહ્યા છે. બાળકોને તેમની ઉમર બાબતે પૂછવામાં આવતા બાળકો તેમની ઉંમર તેર વર્ષની હોવાનું જણાવી રહ્યા છે.જયારે એસ.ટી.કેન્ટીન સંચાલક બાળકોની ઉંમર પંદર વર્ષની જણાવી રહ્યા છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય ન્યાયીક તપાસ કરવામાં આવે તો સત્ય હકિકત બહાર આવી શકે અને જો તપાસ બાદ કેન્ટીન સંચાલક જવાબદાર તોતેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે કે નહી તે જોવાનું રહ્યું કેશોદ કેન્ટિનમાં નાના બાળકો પાસે બાળ મજુરી થતી અટકાવાશે કે હજુવધુ નાના બાળકો પાસે બાળ મજૂરી કરાવાશે તે જોવાનું રહ્યું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com