રાજકોટ જિલ્લાના સુપ્રસિઘ્ધ તિર્થધામ ઘોઘાવદર ખાતે સંત શિરોમણી દાસી જીવણસાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ આયોજીત સમસ્ત મેઘવાળ સમાજની ૫૨ ક્ધયાઓનો આગામી તા.૨૪ના રોજ સમુહ લગ્નોત્સવ યોજવામાં આવશે. આ લગ્નોત્સવમાં સુપ્રસિઘ્ધ લોકમેળા ફેઈમ કલાકાર, ટીવી રેડીયો, લોક સાહિત્યકાર, તુલસીદાસ ગોંડલીયા પોતાની વિવિધ શૈલી દ્વારા કલા દ્વારા નવદંપતિને સુખી દાંપત્ય માટે શુભકામનાઓ પાઠવશે. આ સમુહલગ્નોત્સવમાં સાધુ-સંતો, મહંતો, અગ્રણીઓ, દાતાઓ, પદાધિકારીઓ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશે તથા તા.૨૩મી રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે શહેર તથા સમાજ સેવાના ભામાસા મેઘ માયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ પી.પરમાર તથા સમિતિના મેમ્બરો જીવણસાહેબના ભકતો ઉપસ્થિત રહેશે. આ શુભ પ્રસંગે પધારવા મહંત શામળદાસબાપુ (૯૯૦૯૬ ૨૪૯૩૫) તથા માતા શ્રી શારદામણી, ત્રિલોકબાપુ આ પ્રસંગે પધારવા નિમંત્રણ પાઠવાયું છે. આ અવસરે સંત શિરોમણી દાસીજીવણ એવોર્ડથી ગોંડલીયાને નવાજવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,