કમિશનરનો ચાર્જ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા પાસે: વેસ્ટ ઓફ એનર્જી પ્લાન્ટની મુલાકાત માટે છેલ્લી ઘડીએ શાસકો સાથે સિંગાપોર ગયા
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના ચાર કોર્પોરેટરો અને બીએમસી ચેતન નંદાણી સહિતના ત્રણ અધિકારીઓની ટીમ વેસ્ટ એનર્જી પ્લાન્ટની મુલાકાત માટે સિંગાપોરની સહેલગાહે ગયા છે. દરમ્યાન મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની પણ ચાર દિવસની ઓચિંતી રજા મુકી શાશકો સાથે છેલ્લી ઘડીએ સિંગાપોર ઉપડી ગયા છે.કમિશનરની હાજરીમાં તેઓનો ચાર્જ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાને સોંપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ ચેરમેન કમલેશ મિરાણી, ઉદય કાનગડ અને કશ્યપ શુક્લ, ડે. મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર અને પ્રોજેક્ટ ઇન્ચાજ અંબેશ દવે સહિતની સાત સભ્યોની ટીમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત માટે ૧૩ થી ૧૭ મે સિંગાપોરના પ્રવાસે ગઇ છે. અગાઉ આ પ્રવાસ માટે મ્યુનિ. કમિશનર આવશે તેવી કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. દરમ્યાન મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની અચાનક ચાર દિવસની રજા મુકી દીધી છે. તેઓ પણ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત માટે સિંગાપોર ગયા છે. છેલ્લી ઘડીએ તઓનો કાર્યક્રમ ફાઇનલ થયાનો કમિશ્ર્નરે જણાવ્યુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com