વલસાડ કલેકટરાલય ખાતે જળસંચય અભિયાનની રાજ્ય વનમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી
રાજ્યક સરકાર દ્વારા ૧લી મેથી શરૂ કરેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનની વલસાડ જિલ્લામાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં રાજ્યી વન અને આદિજાતિ વિભાગના મંત્રી રમણલાલ પાટકરે જળસંચયના શરૂ ન થયેલા કામો ઝડપભેર શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જળસંચયના કામોમાં કોઇ કચાશ ન રહી જાય તેની તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો હતો.
વલસાડ કલેક્ટારાલય સભાખંડમાં મળેલી બેઠકમાં રાજ્યોવનમંત્રીએ સિંચાઇ, ડ્રેનેજ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીપ, પાણી પુરવઠા બોર્ડ દ્વારા જળસંચયની થઇ રહેલી કામગીરીની ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યુંથ હતું કે, સુજલામ-સુફલામ યોજનાઓ લાભ વધુમાં વધુ લોકોને થાય તે જોવાનું રહેશે. મંત્રીશ્રીએ વલસાડ જિલ્લામાં સ્વૈરચ્છિળક સંસ્થા ઓ, ઉદ્યોગગૃહો, સહકારીક્ષેત્રની લોકભાગીદારી વડે થઇ રહેલી જળસંચયની કામગીરીને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં સુજલામ-સુફલામ અભિયાન હેઠળ ૭૫૨ જેટલા કામો થશે. જેમાં ૩૯૬ જેટલા કામો શરૂ થયા છે, અન્ય- કામો પણ ટૂંક સમયમાં તબક્કાવાર શરૂ થશે.
આ ઉપરાંત મનરેગાના કામો થકી લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તેમજ જરૂર જણાય ત્યાં કામો ફેરબદલ કરીને પણ કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ભાઇ ટંડેલ, સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્યી સર્વ કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરીએ જળસંચયના ચાલી રહેલા કામો અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યાં હતાં.
જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે વલસાડ જિલ્લામાં થઇ રહેલા જળસંચયના કામોની વિસ્તૃલત જાણકારી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, નિવાસી અધિક કલેક્ટીર આઇ.જે.માલી, કાર્યપાલક ઇજનેર એમ.એમ.ચૌધરી સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com