ઇન્ટરનેટ બેન્ડવીથની કનેકટીવીટીની મુશ્કેલીઓનું નિવારણ થશે
ઇન્ટરનેટ વર્તમાન સમયની જરુરીયાત બની ગયું છે. જે સંપર્ક સાધવાનું મહત્વપૂર્ણ માઘ્યમ છે. પરંતુ ભારતમાં ફોર-જી સ્પીડ પણ ડચકા ખાય છે. ત્યારે દર સેક્ધડે ૧૪ જીબી બેન્ડવીથ મળી રહે માટે ૧૭મીએ ઇસરો સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે. ઇન્ટરનેટની સૌથી ઝડપી સ્પીડ ફાઇવ-જી છે.
જો કે તેનો પ્રવેશ ભારતમાં થયો નથી. પરંતુ આપણી ફોર-જી સ્પીડ પણ મંદ ગતિના સમાચાર જ છે. ભારતીય ઇન્ટરનેટની સુવિધા વધારવાના પ્રયાસો સાથે ઇસરોએ ૫.૭ ટનની સૌથી ભારે કમ્યુનીકેશન સેટેલાઇટ જીસેટ-૧૧ લોન્ચ કરવાની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ઇસરોના ચેરમેન છે શિવને જણાવ્યું હતું કે હાલ તેઓ બેંેગલોરના ઇસરો સેટેલાઇટ કેન્દ્ર આઇસેકમાં જીસેટ-૧૧ માટેના પરિક્ષણો કરી રહ્યા છે.
જે બેન્ડવીથ સ્પીડ માટે વરદાન સ્વરુપ રહેશે. જણાવી દઇએ કે બેન્ડવીથ આપણા ડીવાઇસના ઇન્ટરનેટને એક પોઇન્ટથી બીજા પોઇન્ટ સુધી કનેકટ કરવામાં મદદરુપ બને છે. જો ઇન્ટરનેટની વાત કરવામાં આવે તો ભારતીયોને ૧ર સેક્ધડ ૯.૧૪ એમબી ઇન્ટરનેટ સ્પીડ મળે છે. જો કે ઇન્ટરનેટને વેગ આપવામાં ફોર-જી જીયોનો મોટો ફાળો રહ્યો છે.
કે. શિવાન જણાવે છે કે જો પરિક્ષણ સફળ જશે તો અમે જીસેટ-૧૧ માટે અન્ય અધિકારીઓ સાથેની ચર્ચા બાદ વધુ વિકાસના કામો માટે મહત્વના નિર્ણયો લેશું જો કે આ પૂર્વ જીસેટ-૬ એ સેટેલાઇટ નિષ્ફળ નિવડયું હતું ર૯ માર્ચના રોજ શ્રી હરીકોટામાંથી લોન્ચ કરાયેલા જીસેટ-૬ એને સફળતા મળી ન હતી. અને સેટેલાઇટ સાથેનો સંપર્ક તુટી ગયો હતો.
ત્યારે હવે જીસેટ-૧૧ ના સફળ લોન્ચીંગની ઇસરોની મોટી આશા છે. જીસેટ-૧૧ માં ૧૪ સેકનડે ગીગાબાઇટ પ્રતિ સેક્ધડે બેન્ડવીથ કનેકટીવીટી મળી રહે તે માટે કુ-બેન્ડ અને કા-બેન્ડ ફીકવન્સીના ૪૦ ટ્રાન્સ્પોન્ડર્સો લગાવેલા છે. જે ડેટા ટ્રાન્સફરની સ્પીડને વેગ આપવામાં મદદરુપ બને છે. આ હેવી ડયુટી સેટેલાઇટમાં એક એક સોલાર પેનલો ચાર મીટર લાંધી બનાવાઇ છે.
આ પ્રતિ પેનલો એક એક રુમ જેટલી વિશાળ છે. જીસેટ-૧૧ સેટેલાઇટ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ધકકા ખાતી ઇન્ટરનેટ સ્પીડ માટે બુસ્ટરડોઝ બની રહેશે. ઇસરોના ચેરમેન જણાવે છે કે જીસેટ-૧૧ બાદ તેઓ બીજી કમ્યુનીકેશન સેટેલાઇટ જીસેટ-ર૯ ઉપર પણ વધુ અભ્યાસ કરી રહ્યા છે. જેનું લોન્ચીંગ જુન અથવા જુલાઇમાં થઇ શકે છે.
જીસેટ-૨૯માં કા કુ મલ્ટી બીજા અને ઓપ્શન પેલોડ કમ્યુનીકેશન સિસ્ટમ સૌ પ્રથમવાર ફેટ બોય બાદ લોન્ચ કરાશે. આ પૂર્વ પણ ઇસરોએ ફેટબોય સેટેલાઇટ લોન્ચ કરી હતી. ત્યારે ધચુક ધચુક કરતી ઇન્ટરનેટ સ્પીડને બુસ્ટરડોઝ આપવા હવે ઇસરો પ્રયત્નો કરી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,