ભારતીય સૈન્ય પાસે માત્ર ૧૦ દિવસ લડી શકવાના શસ્ત્રો પણ ન હોવાની સામે સરકાર ગંભીર : ઘર આંગણે હથિયારોનું ઉત્પાદન કરવા રૂ.૧૫૦૦૦ કરોડ ફાળવવાનો નિર્ણય .

હાલ, સૈન્ય માટે શસ્ત્રો ખરીદવાનું ભારણ ખૂબ  વધુુ છે. જેને ઓછું કરવા સરકારે માસ્ટર પ્લાન ઘડ્યો છે. અને વિદેશમાંથી આયાત કરવાને બદલે ઘર આંગણે જ શસ્ત્રોનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યુ છે. અતિ મહત્વના આ પ્રોેજેક્ટ અંતર્ગત સરકાર રુપિયા ૧૫,૦૦૦ કરોડના ભંડોળની ફાળવણી કરશે.

જેથી કરીને હવે હથિયારોના કારખાના ધોલેરા સહિતના સ્થળોએ ધમધમશે.  ભારતીય  સૈન્યની વરતાતી હથિયારોની અછત પણ આ પ્રોેજેક્ટોથી દૂર થશે. આ માટે સરકાર ખાનગી ક્ષેત્રેની કં૫નીઓને વધુ પ્રોત્સાહિત કરશે અને હથિયારોના ઉત્પાદનની ક્ષમતા વધારવા પર ભાર મુકશે. ખાનગી ક્ષેત્ર સહિત વિદેશી ઉત્પાદકોને પણ જોઇન્ટ વેન્ચર માટે પ્રાધાન્યતા અપાશે.

સપ્ટેમ્બ ૨૦૧૬ યુરી ક્ષેત્રમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર સફાળી જાગી હોય તેમ આ નિર્ણય લીધો છે. અને ડીફેન્સ મંત્રાલયે રૂ.૧૫૦૦૦ કરોડનું ભંડોળ ફાળવ્યું છે. જણાવી દઇએ કે, યુરીમાં આતંકી હુમલામાં સૈનાને શસ્ત્રની ખામી હોવાનો ઘટસ્ફોટ  થયો હતો. ભારતીય સેન્ય પાસે માત્ર ૧૦ દિવસ લડી શકવાના શસ્ત્રો પણ ન હોવાનું આર્મી ચીફે જણાવ્યું હતું.

આજ પ્રકારે સ્થિતિ આઇએએફ અને નેવીની છે. દેશમાં સશસ્ત્રસ્ બળ પાસે જ લડવાના પુરતા હથિયારો ન હોવાની સામે આર્મી ચીફે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી જે તરફ ધ્યાન દોરી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને રુિ૫યા ૧૫૦૦૦ કરોડ ખર્ચ કરી દેશમાં જ હથિયારો ઉત્પાદિત કરવાનું નક્કી કર્યુ છે.

હાલ, ભારત રશિયા, ઇઝરાયલ સહિતના દેશો પાસેથી હથિયારોની આયાત કરે છે. હથિયારોનું ઉત્પાદન હવે ઘર આંગણે જ થતા વિદેશમાંથી આયાતો પર ઓછું ભારણ થશે આ સાથે મોદી સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયાને પણ વેગ મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.