નવી આયકર કચેરીનો શિલાન્યાસ કરતા રાજયના ચીફ પ્રિન્સીપાલ ઈન્કમટેકસ કમિશનર અનુપકુમાર જેસવાલ
ગુજરાત આયકર વિભાગનાં પ્રિન્સીપાલ ચીફ કમિશનર અનુપકુમાર જેસવાલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટ ખાતે બનનારા નવા આયકર વિભાગની કચેરીનાં શિલાન્યાસવિધિમાં ભાગ લીધો હતો. તેઓએ રાજકોટ આયકર વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક અને વિચાર વિમર્શ પણ કર્યો હતો. જેમાં ચાલુ નાણાકીય વર્ષના નવા લક્ષ્યાંક અને જે કોઈ બાકી રહેતી કામગીરી હશે તે વિશે તેઓએ કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. ૨૭ કરોડનાં ખર્ચે બનવા જઈ રહ્યું છે. જે ૨ વર્ષમાં પૂર્ણ થઈ જશે. નવી કચેરીમાં બે બેગેમેન્ટ તથા ગ્રાઉન્ડ ફલોર સહિત ૬ માળ બનશે.
અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ આયકર વિભાગનાં ચીફ કમિશનર વિનોદકુમાર પાંડેએ વાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે લોકોએ આયકર વિભાગની નવી કચેરીનું શિલાન્યાસ કર્યું છે. જે પ્રત્યક્ષકર ભવન તરીકે ઓળખાશે અને બનશે. આવતા અઠવાડીયાનાં સમય દરમિયાન નવી કચેરી માટેના ટેન્ડર ફલોટ થઈ જશે. જે સીપીડબલ્યુડી દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલનાં આયકર વિભાગમાં રેકોર્ડ રાખવાની ઘણી સમસ્યા ઉદભવિત થઈ રહી છે જેનું નિવારણ આ કચેરીમાં બનવા બાદ થઈ જશે. જે જગ્યાની તકલીફો હતી તે પણ પુરી થઈ જશે. સાથો સાથ રેકોર્ડ માટે નવી સિસ્ટમ બનાવવામાં આવશે અને જે ટેકનોલોજીકલ મેટર હશે તે તમામ વસ્તુઓનું નિરાકરણ આ કચેરી બન્યા બાદ થશે.
જયારે ગુજરાત રાજયનાં પ્રિન્સીપાલ ચીફ કમિશનર અનુપકુમાર જેસવાલે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં મારા ભાષણમાં પણ કહ્યું હતું કે, આપણે સૌ ઈચ્છતા હોઈએ છીએ કે વ્યકિતગત રીતે આપણું ઘર હોય, એવી જ રીતે કોઈ સંસ્થા ઈચ્છતી હોય કે તેઓનું પોતાનું એક ઓફિસ બિલ્ડીંગ હોય છે પણ પુરુ નથી, જેને લઈ અમે નકકી કર્યું કે, એક નવી બિલ્ડીંગ બનવી જોઈએ, જે રીતે દેશની આર્થિક વ્યવસ્થા સુધરી રહી છે. રાજકોટમાં ટેકસ પેપરની સંખ્યા વધી રહી છે. જેને લઈ આયકર વિભાગની નવી કચેરી બનાવવામાં આવશે. આ કચેરીનાં નિર્માણથી માત્ર ટેકસ પેપર નહીં પરંતુ તમામ લોકો માટે ઉપયોગી નીવડશે. કારણકે ટેકસ પેપર જ અમારા એટલે કે આયકર વિભાગનાં સ્ટેક હોલ્ડર છે. ટેકસ વાર એસોસીએશન સહિત અન્ય લોકો માટે આ ખુબ જ જરી છે અને મહત્વપૂર્ણ છે જેને લઈ હું ખુબ જ રાજીપો વ્યકત કરુ છું.
રાજકોટે કદી આટલું મોટું કલેકશન નથી કર્યું જે રીતે રાજકોટ આખા ગુજરાતમાં ઉભરીને આવ્યું છે તેનો શ્રેય હું રાજકોટ ઈન્કમ ટેકસનાં ચીફ કમિશનર વિનોદકુમાર પાંડેને આપું છે. જેની ટીમે ખુબ જ સારી કામગીરી હાથધરી છે અને એક ઉજજવળ સિદ્ધિ હાંસલ કરી છે. સાથો-સાથ રાજકોટ, જામનગરનાં જે પ્રિન્સીપાલ કમિશનર છે તેઓને હું સાબાશી આપું છું. કારણકે તેઓએ તનતોડ મહેનત કરી છે.
મારો એક જ સંદેશ છે કે, આ સરકારે ઈન્ફોર્મેશનમાં ક્રાંતિ લાવી છે અને જેને લઈ દરેક ફાયનાન્સીયલ ટ્રાન્ઝેકશન આજે એક રિર્પોટેડ ટ્રાન્ઝેકશન છે અને જેનાથી બચવું લોકો માટે ખુબ જ મુશ્કેલ છે અને હું તો એમ કહું છું કે બચવાની જરત પણ નથી અને જો લોકો પોતાના ટ્રાન્ઝેકશનને રિટર્નમાં લઈ આવે અને જે ટેકસ ભરવાપાત્ર છે તેને ભરે. કારણકે ટેકસ દેશનાં હિત માટે દેવામાં આવે છે. કોઈ અન્ય વસ્તુ માટે નહીં અને એ કયાં બહાર તો નથી જાતું. મારી તો એટલો જ સંદેશ છે
રાજકોટના ટેકસ પેપર માટે કે, રાજકોટનાં ટેકસ પેપર પોટેન્સીયલ ટેકસ પેપર છે. જેથી કરદાતા વધુને વધુ જે બનતો ટેકસ છે તે ભરે અને જે નોટબંધી બાદ જે લોકોએ પોતાની ખરી સંપતિ નથી દેખાડી તે આયકર વિભાગની નજરે આવી તો જશે પછી ડિપાર્ટમેન્ટ ઉપર આંગળી ચિંધ્યામાં આવે છે. જેથી કરદાતા પોતાના કાર્યને સમજે તેજ મહત્વની વાત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com