જીનીયસ સ્કૂલ પ્રેઝન્ટ એજયુકેશન અબતક
ભરાડ સ્કુલના સંચાલક જતિન ભરાડે દેશની એજયુકેશન સિસ્ટમ અંગે સુચનો કર્યા
દરેક બાળક વિશેષ ગુણ લઇ જન્મે છે તેની સરખામણી બીજા સાથે શકય નથી: જતીન ભરાડ
ભરાડ સ્કુલનાં જતીન ભરાડ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલની એજયુકેશન સીસ્ટમમાં ફેરફાર થવો જોઇએ. અત્યારની એજયુકેશન સીસ્ટમમાં બાળક પર નાનપણથી જ પ્રેસર આવે છે. બાળક પાંચ વર્ષનો થાય ત્યાંથી તેના મગજમાં જુદા જુદા ક્ષેત્ર તેના મગજમાં નાખી દેવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના કુટુંબીજનો અને સમાજ બાળકના મગજના થોપી બેસાડે છે કે તેને ડોકટર, એન્જીનીયર જ બનવાનું છે. દરેકે દરેક બાળક સૃષ્ટી પર જન્મ લે ત્યારે તેનામાં કંઇક વિશિષ્ટ ગુણ લઇને જન્મે છે. સાથો સાથ એક બાળકની સરખામણી કોઇ બીજા બાળક સાથે શકય જ ના હોય.
વધુમાં ઉદાહરણ આપતા જણાવ્યું કે એક હાથની પાંચ આંગણીઓ પણ સરખી નથી હોતી તો એક બાળક બીજા બાળક જેવું કયાંથી હોઇ શકે. અત્યારનાં સમયની જો વાત કરવામાં આવે તો અત્યારે લોવર કે.જી. કે હાયર કે.જી.ના બાળકોની પણ બીજા બાળકો સાથે સરખામણી કરવામાં આવે છે. કયાંક ને કયાં ટકા ને લઇને પણ સરખામણીઓ થતી હોય છે. આવી સરખામણી જો બાળક જોવે તો તેના માઇન્ડ પર પ્રેસર આવી જાય છે. અને તે તેની કેપેસીટી મુજબ પણ કામ કરી શકતો નથી.
ખાસ તો શિક્ષણ પઘ્ઘ્તિમાં સુધારાની જરુર છે. છેલ્લા ૮૨ વર્ષથી કોઇ જ પ્રકારનો ફેરફાર થયો નથી. સાથો સાથ શિક્ષકની ભણાવવાની પઘ્ધતિમાં પણ કોઇ જ પ્રકારનો ફેરફાર થયો નથી ટકાવારી ને લઇને જણાવ્યું કે ટકાવારી એ મહત્વની નથી પરંતુ તેનામાં ટેલેન્ટ કેટલું છે તે જરુરી નથી. એક કાગળનો ટુકડોથી બાળકની યોગ્યતા પારખી શકાય નહિ. અને બાળક ને સાત વિષયમાં સારા માર્ક આવવા જોઇએ તો એના સિધધો મતલબ એ થયો બાળક તેના શિક્ષક કરતાં સાત ગણો હોશિંયાર હોવો જોઇએ.
અત્યારની પરિસ્થિતિ એવી છે કે વિજ્ઞાન ભણાવતા શિક્ષકને ગુજરાતી નથી આવડતું હોતું એક વિષયના શિક્ષકને બીજો વિષય ન જ આવડતો હોય તેવી પરિસ્થિતિ છે. અને આપણે એક બાળક પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તે બધા વિષયો માં ૯૦ ઉપર માર્કસ લાવે તો આ પરીક્ષા પઘ્ધતી જ ખોટી છે. આ પઘ્ધતિના કારણે બાળકો પર ભારણ આવે છે.
ખરેખર તો બાળક પાંચમાં ધોરણમાં આવે એટલે તેની એબ્ટીટયુટ ટેસ્ટ લઇ તેના રસના વિષયને ઘ્યાનમાં લેવો જોઇએ. અને તેના પર જ ફોકસ કરવું જોઇએ. બાળકને બીઝનેસ, ડાન્સીંગ, ડ્રોઇગ જેમાં પણ રસ હોય તેમાં આગળ વધે તેવી પ્રેરણા આપવી જોઇએ. બાળકને જો ડોકટર થવું હોય અને તેને સમાજ વિઘાલમાં વધુ માર્કસ લેવા ફોર્સ કરવામાં આવે તો બાળકને ડોકટર બન્યા બાદ સમાજ વિદ્યા કયા કામ આવવાનું તો પ્રેકટીકલ વિચાર સરણી કરી બાળકને યોગ્ય શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવા જોઇએ.
કારણ કે કોઇપણ બાળક એના શોખના વિષયમાં આગળ વધે તો તેને કોઇ જ પ્રકારનો થાક પણ નથી લાગતો. ખાસ તો મા-બાપ બાળક પર તેના વિચારો થોયતા હોય છે.પરંતુ આ બાબત જરાય પણ યોગ્ય નથી. બાળકના રસનો વિષય હોય તેમાં જ આગળ વધારવા જોઇએ નહિ તો બાળકની કારકીર્દીનું સર્જન થતું નથી.
ખાસ તો થોડા સમય પહેલા ફીસ વધારાને લઇને ઇસ્યુ ઉદભવ્યા હતા. તેને લઇ સુપ્રીમ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે ફીઝને લઇ કમીટી હોવી જોઇએ.અને તેના પરિણામ રુપે ગુજરાતે પહેલ કરી ફ્રિ રેગ્યુસેટ કમીટી બનાવી સંપૂર્ણ ગુજરાતમાં ૧૫૨૩૭ સેલ્ફાયનાન્સ સ્કુલો ઉપલબ્ધ છે. તો બધી જ શાળાઓ માટેની એક કટઓફ લીમીટ હોય તેવું શકય નથી.
ઉદા તરીકે કોઇ શાળા ગામડામાં કામ કરતી હોય, કોઇ રાજકોટમાં તો કોઇ અમદાવાદ જેવા મેગા સીટીમાં કામ કરતી હોય તો તેઓ માટે ફીઝનું સમાન ધોરણ શકય નથી. કોઇ ૪૦૦ વારમાં હોય કોઇ ૪૦૦૦ વારમાં હોય કોઇ પ એકર મા હોય તો ફિઝનું સમાન ધોરણ શકય નથી. ઉપરાંત તમામ શાળાની એકટીવીટીસ પણ અલગ હોય છે. તેથી એક જ ફિઝનું ધોરણ શકય જ નથી. કમીટીમાં વિસગતતા ઉભી થઇ છે. આવું ન હોવું જોઇએ. કારણ કે દરેક શાળાની સુવિધાઓને ઘ્યાનમાં લઇ તેની ફિઝ નકકી કરવી જોઇએ.
ખાસ તો વાલીઓમાં પણ ૮૦ ટકા વાલીઓની માનસીકતા એવી છે કે તેઓ ફી ભરે તેટલી સુવિધા મળે તો તેમને કોઇ જ પ્રકારનો વાંધો નથી. ઉપરાંત શાળાની ફિઝ પ્રમાણે વળતર ના મળે તો વાલી પોતાના બાળકને બીજી સ્કુલમાં મુકી જ શકે છે.
અત્યારના મોંધવારીના સમયમાં કોઇપણ વસ્તુ સસ્તી મળતી નથી. તો શિક્ષણમાં પણ આ બાબત શકય નથી ઉપરાંત સરકારી શાળા અંગે માહીતી આપતા જણાવ્યું કે સરકારી શાળામાં કામગીરી યોગ્ય રીતે થવા માંડે તો ફી રેગ્યુલેટ કમીટીની કોઇપણ જરુરીયાત જ ન ઉદભવે ઉપરાંત બાળકોને સસ્તુ અને સારુ શિક્ષણ પણ મળી રહે ખાસ કરીને ૧૯૯૯ થી સ્વનિર્ભર શાળાઓના પ્રશ્નો ઉદભવવાના ચાલુ થયા હતા. અત્યારનાં સમયમાં સરકાર એક બાળક પાછળ ૩૦૦૦૦ થી ૫૨૦૦૦ નો ખર્ચો કરે છે.
ઉપરાંત નગર પ્રાથમીક સમીતીનું બજેટ ૩૭૫૨૬ રૂ.એક બાળક પાછળ માત્ર પગારમાં ખર્ચ કરે છે. છતાં બાળકો ભણવા તૈયાર નથી. અને શિક્ષકો ભણાવતા નથી. પરંતુ તેનું કારણ એ છે કે ટકાવારીમાં વધારો થાય તેવું બાળકોના માતા-પિતા ઇચ્છતા હોય છે. અને અમુક અંશે બાળકનો વિકાસ પણ નથી થતો. ઉપરાંત તેઓએ સરકારને નિવેદોન કર્યુ છે કે જયારે ધો.૧૦ અને ૧૨ ના રિઝલ્ટ ડિકલેર થાય ત્યારે સરકારી શાળા અને સ્વનિર્ભર શાળા બંનેના અલગ અલગ રીઝલ્ટ ડિકલેર થવા જોઇએ.
સ્વનિર્ભર શાળાઓનું રિઝલ્ટ સારુ આવે છે તો હવે સરકારી શાળાઓએ ખુબજ સુધારો કરવાની જરુર છે. સરકારના નીતી નિયમો પણ અમુક એવા છે કે જેના કારણે વિઘાર્થીની પરિસ્થિતિ પણ ખરાબ થઇ જાય છે. કારણ કે એક નિયમ એવો છે કે ધો.૧ થી ૮ માં કોઇપણ વિઘાર્થીને નાપાસ ન કરવો. પરંતુ ૧ થી ૮ એ ભણતરનો પાયો છે. તો આ પાયો મજબુત હોવો જ જોઇએ. જો પ્રાથમીક પાયો મજબુત ના હોય તો વિઘાર્થી કંઇ રીતે આગળનું શિક્ષણ મેળવી શકે.
તેથી ૧ થી ૮ માઁ વિઘાર્થી નબળો હોય તો તેને નાપાસ કરવો જ જોઇએ. અને તે બાળકને શિખડાવવું જ જોઇએ. કારણ કે ૧ થી ૮ માં ચડાવ પાસ થયેલા વિઘાર્થી ૧૦માં ધોરણમાં તેનું પરફોરમન્સ બતાવી ન જ શકે. અને સાથો સાથ સારા માર્કસ પણ ન મેળવી શકે. તો શિક્ષણ પઘ્ધતિમાં સુધારો આવવો જ જોઇઅખે. પરંતુ મુદ્દાની વાત છે કે ૨૦૧૭માં ગુજરાતીમાં ૨,૬૨,૦૦૦ વિઘાર્થીઓ નાપાસ થયા. તો આ બાબત ગુજરાત માટે શરમજનક છે.
ખાસ કરીને ભરાડ સ્કુલમાં ૧૦ ધોરણ સુધી પુસ્તકિયા જ્ઞાનની સાથો સાથ પ્રેકટીકલ કે વિઘાર્થીના રસના વિષયમાં પણ તેને આગળ વધારવામાં આવે છે. ૧ થી ૧૦ ના બાળકો માટે અલગ અલગ લેબ તૈયાર કરવામાં આવી છે. જેમાં જઇ બાળક તેને કામે તે પ્રેકિટકલ કરી શકે છે. બાળક ફિઝિકસ, રોબોટીકસ કેમેસ્ટી, બાયોલોજી, મીકેનીકલ, સોશ્યોલોજી, મેથ્સ લેબ, સાયન્સ લેબ, આ તમામ લેબમાં પ્રેકટીકલ કરવા માટેની છુટ આપવામાં આવે છે. એડમીશન સમયે એબ્ટીટયુટ ટેસ્ટ લેવામાં આવે છે. બાળકને જેમાં રસ હોય તેમાં આગળ વધારવામાં આવે છે. જેનાથી જાણી શકાય કે બાળકને ખરેખર શું બનવું છે.
એબ્ટીટયુટ ટેસ્ટ બાદ પેરેન્ટસ અને વિઘાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ સાત ભાગ પાડવામાં આવે છે. જે બાળકને મેડીકલમાં રસ છે. તેનો એક ભાગ એન્જીનીયરીંગનો બીજો ભાગ, જેને ચાર્ટડ એકાઉન્ટન્ટ થવું છે. તેનો ત્રીજો ભાગ, સ્પોર્સ્ટસમાં જવુ હોય તો તેનો ચોથો ભાગ કોઇને કળામાં જવું હોય તો તેના માટે પાંચમો ભાગ, કોઇને બિઝનેશ કરવો હોય તો તેના માટે છઠ્ઠો ભાગ,જેને માત્ર ગર્વરમેન્ટ જોબ કરવી છે. તેના માટે સાતમો ભાગ પાડવામાં આવે છે ઉપરાંત ૯,૧૦,૧૧,૧૨ આ ચાર ધોરણોમાં વિઘાર્થીના રસના વિષય પર ફોકસ કરી શીક્ષણ આપવામાં આવે છે.
જે વિઘાર્થી જે ફિલ્ડ પસંદ કહ્યું હોય તો વિઘાર્થીને તે જ ફિલ્ડમાં આગળ વધેલા લોકો સાથે મુલાકાત કરાવવામાં આવે છે. જેથી બાળકને ખબર પડે છે એવું શું કરવું જેના કારણે ફિલ્ડમાં બાળક આગળ વધી શકે. હવેની શિક્ષણ પઘ્ધતિ ધોરણ વાઇઝ હોવી જોઇએ. બ્લેકબોર્ડના પાટીયા કાઢી નાખવા જોઇએ અને ચોક ડસ્ટર ભુલેને ટેકનોલોજી દ્વારા રસના વિષયનું ભણતર વિઘાર્થીને આપવું જોઇએ.
ઉ૫રાંત ઉદાહરણ આપતા જણાવ્યું કે તેમની પાસે ઘણા શિક્ષકો એવા આવે છે કે જેઓ કહે છે કે છેલ્લા પંદર વર્ષથી હું આ જ બુકમાંથી ભણાવુ છું તો પંદર વર્ષમાં ઘણું અપડેટ થઇ જાય છે. તો શિક્ષણ પઘ્ધતિ કેમ એક જ સ્થિતિમાં તો હવે એ સુધારાની જરુરીયાત છે. પુસ્તકનું જ્ઞાન જરુરી છે. પરંતુ ૨૦ ટકા જ ૮૦ ટકા પ્રેકટીકલ નોલેજ અગત્યનું છે. સાથો સાથ ભરાડ સ્કુલમાં સ્માર્ટ બાળક માટે સ્માર્ટ શિક્ષકની પસંદગી તેમનું પ્રેકટીકલ નોલેજ તપાસ ભરતી કરાય છે. ઉપરાંત વેકેશન દરમિયાન ૧૦ થી ૧પ દિવસ શિક્ષકોને તાલી આપવામાં આવે છે.
હાલીના સમયમાં શિક્ષક અને વિઘાર્થી વચ્ચેનો ગેપ પણ વધતો જાય છે. સાથો સાથ બાળકની સહનશકિત પણ ઓછી થતી જાય છે. શિક્ષક બાળકને સમજતા થઇ જાય તો આપઘાતના પણ કેગ ઘટી જાય તો શિક્ષકે વિઘાર્થી સાથે સારો સંબંધ બનાવી વિઘાર્થીને સમજવો જોઇએ. ભરાડ સંકુલ ૧૬ એકરમાં સંકુલ પ્રસલેલ છે. જે વિઘાર્થીને જયા ભણવાની ઇચ્છા હોય ત્યાં બાળક ભણી શકે છે.
ઉદાહરણ તરીકે કોઇ નહિ હોય તે બંધીયાર થઇ જાય તો પાણી પ્રદુષિત બને તો બાળકનું પણ એવું જ છે. ચાર દિવાલની વચ્ચે બાળક ન ભણી શકે બાળકને ઇચ્છા અનુસાર વાતાવરણમાં ભણાવવું જોઇએ. બાળકનો વિકાસ એ ખુબ જ અગત્યનું છે. ઉપરાંત ગુજીભાઇ ભરાડ કે જેઓ ફિઝીકસના માસ્ટર હતા તો તેઓનું શિક્ષણ જગતમાં મોટું બલીદાન છે ઉપરાંત ગીજુભાઇએ ૩પ વર્ષ સુધી માત્રને માત્ર પ્રાથમીક શિક્ષક તરીકે નોકરી કરી અને જયારે લોકો પ્રાઇવેટ કલાસીસથી પરિચીત ન હતા. ત્યારે તેઓએ પ્રાઇવેટ કલાસીસ શરુ કર્યા હતા.
સાથો સાથ ગીજુભાઇમાંથી પ્રેરણા લઇ તેમના દિકરા જતીન ભરાડે પણ શિક્ષણનું જ ફિલ્ડ પસંદ કર્યુ ખાસ તો વાલીઓને સંદેશો આપતા જતીન ભરાડે જણાવ્યું કેદરેક બાળકમાં તેની આગવી શકિત હોય છે. તો વાલીઓએ પોતાના બાળકની સરખામણી બીજા બાળક સાથે કરવી જોઇએ નહી અને બાળક જે બનવા ઇચ્છે તે બનવા દેવા જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com