ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળની મ્યુનિ. કમિશનરે રજુઆત: તાકીદે કાર્યવાહી કરવાની માંગ.
રાજયનાં તમામ કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે. ઉપરાંત તેઓને સાતમા પગાર પંચના લાભનું એરીયર્સમાં ચુકવણું પણ થઇ ચુકયું છે ત્યારે રાજકોટ મહાપાલિકાના કર્મચારીઓને હજુ સુધી એરીયર્સ ચુકવવામાં આવ્યું નથી જે અંગે ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને એકપણ હપ્તા આજ સુધી ચુકવવામાં આવેલ નથી જયારે રજુઆત કરવા જઇએ ત્યારે એવો જવાબ સાંભળવા મળે છે કે રાજકોટ મહાપાલિકાપાસે પિયા નથી.
રાજકોટ મહાનગરપાલિકાનો કર્મચારી દિવસ-રાત જોયા વગર પોતાને સોંપેલ કામો કરે છે દરેક અભિયાનમાં તનતોડ મહેનત કરીને પોતાની ફરજ બજાવે છે. છતાં પણ કર્મચારીઓને તેમને મળતા હકકો માટે તરસવું પડે છે. આજીજી કરવી પડે છે. રાજય સરકારના કર્મચારીઓને એરીયર્સ મળી જાય છે પણ મહાપાલિકાના કર્મચારીઓને દરેક વખતે રાહ જ જોવાની રહે છે.
અવાર નવાર સરકાર તરફથી આવેલા કર્મચારી લક્ષી પરીપત્રોની અમલવારી વહેલાસર કરવામાં આવતી નથી. જયારે કર્મચારીઓની લાયકાત સુધારવી પ્રમોસન બાબતના સુધારા અને કર્મચારીઓને હાની પહોચે તેવા પરીપત્ર નો તાત્કાલીક ધોરણે અમલ કરવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com