ભાજપની પંચનિષ્ઠા એટલે સામાજીક સમરસતાનું સ્થાપન કરવા માટે બક્ષીપંચ સમાજમાં આવતી આશરે ૧૪૪ થી વધુ જ્ઞાતિઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ધંધા-રોજગાર માટેની લોન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.ત્યારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી એ રાજય સરકાર દ્વારા બક્ષીપંચ સમાજને વિવિધ લાભો મળે તે માટે રુબરુ મળી ચર્ચા કરી હતી.
અને ત્યારબાદ ગુજરાત પછાત વર્ગ વિકાસ બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સાથે પછાત વર્ગના શૈક્ષણીક તેમજ સામાજીક ઉત્થાન માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પછાત વર્ગના લોકોને સરકારની લોક કલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓનો પૂરતા પ્રમાણમાં લાભ મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અગ્રસચિવ કમલ દયાની, અધિક સચિવ કે.જી. વણઝારા, નાણા વિભાગના સચિવ (ખર્ચ) મીલીન્દ તોરવણે, નાયર મુખ્યમંત્રીના પી.એસ. વી.પી. પંડયા અને નિગમના એમ.ડી. જશવંત ગાંધી સહીતના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. તેમ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રબાપુની યાદીમાં જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com