લોકમાન્ય તિલક દ્વારા મરાઠા અને કેસરી જેવા ન્યુઝપેપરના માધ્યમથી રાષ્ટ્રવાદ ફેલાવ્યો હતો તેવા લોકમાન્ય તિલકને રાજસ્થાનમાં એજ્યુકેશન બોર્ડ દ્વારા પુસ્તકોને હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવે છે. તેથી બોર્ડથી માન્યતા પ્રાપ્ત અંગ્રેજી મીડિયમની સ્કૂલો માટે મથુરાના એક પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના 267માં પેજ પર 22માં ચેપ્ટરમાં તિલક વિશે લખવામાં આવ્યું છે. તેમને રાષ્ટ્રીય આંદોલનના પ્રણેતા કહેવામાં આવ્યા છે. તેથી તેમને ફાધર ઓફ ટેરરિઝન કહેવામાં આવે છે. આ પુસ્તકમાં તિલક વિશે 18મી અને 19મી સદીના રાષ્ટ્રીય આંદોલનના સંદર્ભ વિશે લખવામાં આવ્યું છે. પુસ્તકમાં એવુ પણ લખવામાં આવ્યું છે કે, તિલકનું માનવું હતું કે, બ્રિટિશ અધિકારીઓને પ્રાર્થના કરવાથી કશુ મળતુ નથી. શિવાજી અને ગણપતી મહોત્સવ દ્વારા તિલકે દેશમાં એક અલગ રીતે જાગ્રતતા ફેલાવાનું કામ કર્યું હતું. લોકમાન્ય તિલકએ જ્હાલવાદી નેતાઓ માના એક હતા અને બ્રિટિશરોનો વિરોધ કરવામાં સૌથી આગળ હતા.
લાલ બાળ અને પાલ ની ત્રિપુટીથી તત્કાલીન બ્રિટિશ સરકાર પણ ડરતી હતી.
રાજ્યના શિક્ષા મંત્રી વાસુદેવ દેવનાનીએ નિવેદન આપતા જણાવ્યું કે, આ માત્ર એક સંદર્ભ પુસ્તિકા છે. તેનો હાલના આતંક સાથે કોઈ લેવા દેવા નથી.
સમગ્ર બાબત એવી હતી કે રાજસ્થાનમાં આઠમાં ધોરણના પુસ્તકમાં સ્વતંત્રતા સેનાની બાળ ગંગાધર તિલકને ‘આતંકવાદના જનેતા’ (ફાધર ઓફ ટેરરિઝમ) ગણાવવામાં આવ્યા છે. અહીં રાજસ્થાન માધ્યમિક શિક્ષા બોર્ડથી માન્યતા પ્રાપ્ત અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલોમાં 8માં ધોરણના એક સંદર્ભ પુસ્તકમાં સ્વતંત્રતા સેનાની બાળ ગંઘાધર તિલકને ફાધર ઓફ ટેરરિઝમ ગણાવવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા પછી તેને ટ્રાન્સલેટરની ભૂલ ગણાવીને સુધારી લેવાની વાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ આ પુસ્તકને અભ્યાસક્રમમાંથી હટાવવાની માગણી કરી છે. હાલ થોડા જ સમયબાદ રાજસ્થાનમાં પણ ચુંટણીયોજવાની હોય માટે રાજકારણ આ બાબતથી ગરમાય ગયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com