દર ૧૫ દિવસે બરફ બનાવવા વપરાતા પાણીનું બેકટોરીયોલોજીકલ અને પરિક્ષણ કરાવવું ફરજીયાત
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં વકરી રહેલા પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે શહેરમાં નિયમોનું પાલન ન કરતી આઠ આઈસ ફેકટરીઓને નોટિસ ફટકારી છે. દર ૧૫ દિવસે બરફ બનાવવા માટે વપરાતા પાણીનું બેકટોરીયોલોજીકલ અને કેમિકલ પરિક્ષણ કરાવવા તાકીદ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના ગોંડલ રોડ પર વાવડીમાં મહાલક્ષ્મી મીલ પાસે નવદુર્ગા આઈસ ફેકટરી, લક્ષ્મીનગર મેઈન રોડ પર નવરંગપરામાં ક્રિષ્ના ફીઝીંગ આઈસ ફેકટરી, ગોંડલ રોડ પર કોઠારીયામાં સોમના ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં મહાદેવ આઈસ ફેકટરી, શિવમ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં લાભ આઈસ ફેકટરી, મોચી બજાર મેઈન રોડ પર ભાગ્યોદય આઈસ ફેકટરી, કુવાડવા રોડ પર ડિલકસ ચોકમાં નૂતન સૌરાષ્ટ્ર આઈસ ફેકટરી, યાજ્ઞીક રોડ પર જિલ્લા પંચાયત ચોકમાં ના આઈસ ફેકટરી, મોરબી રોડ પર વાલ્મીકી સોસાયટીમાં શ્રીરામ આઈસ ફેકટરીને નોટિસ ફટકારવામાં આવી છે. અને એવી તાકીદ કરાઈ છે કે દર પંદર દિવસે બરફ બનાવવા માટે વાપરવામાં આવતા પાણીનો બેકટોરીયાલોજીકલ તા કેમીકલ પરિક્ષણનો રિપોર્ટ ફરજીયાત કરાવવો.