દરરોજ ૭૦૦ થી ૮૦૦ દુકાનનો કચરો આ રોડ પર ઠલવાતા સ્થાનિકો ત્રાહિમામ : ગંદકી હટાવવાની માંગ
મોરબીમાં છાત્રાલય રોડ ઉપર એસ.ટી. દીવાલ પાસે કચરાના ગંજ જામી ગયા છે. લોકોની અનેક રજુઆત કરવા છતાં તંત્ર આ કચરો હટાવવાની તસ્દી લેતું નથી. ત્યારે આ ગંદકીથી ત્રસ્ત થયેલા લોકોમાં તંત્રની ઢીલી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
મોરબીમાં છાત્રાલય રોડ ઉપર એસ.ટી. દીવાલને અડીને આવેલા મેઈન રોડ ઉપર અડધા થી વધુ રસ્તા ઉપર કચરો રહે છે. આ ગંદકીના કારણે રાહદારીઓ અને આ વિસ્તારમાં આવેલી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. કચરા ની ભારે દુર્ગંધ ને લીધે રાહદારીઓને નાક પર રૂમાલ કે બુકાની બાંધી ને પસાર થવાની ફરજ પડે છે,આજુબાજુ ના દુકાનદારો પણ આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
આ ગાંડકીવાડમાં મુખ્ય ભૂમિકા મહિલા સફાઈ કામદારોની હોવાનું આસપાસના રહીશો જણાવી રહ્યા છે. નગરપાલિકાની મહિલા સફાઈ કામદારો માધવ માર્કેટ, સુપરમાર્કેટ, પટેલ ચેમ્બર સહિતની જગ્યા એથી કુલ ૭૦૦ થી ૮૦૦ દુકાનનો કચરો આ રોડ પર નાખી જાય છે અને તેને કોઈ પણ વ્યક્તિ આમ કરવા ના પાડે તો જેમ તેમ અપશબ્દો બોલવા માંડે છે. જો કોઈ જાગૃત નાગરિક આ મહિલાઓ સામે પગલાં લેવાની તૈયારી બતાવે તો એના જેવા બીજા ૫ થી ૭ સફાઈ કામદાર ની ટોળકી ભેગી કરી ને જે તે વ્યક્તિને મારવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપે છે.
પાલિકા તંત્ર તાત્કાલિક પગલાં ભરીને આ રોડ પર રહેલા ગંદકીના સામ્રાજ્યને હટાવવાની કામગીરી હાથ ધરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com