સુરસાગર ડેરીના રૂ.૯.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુર સાગર ભવન સુરેન્દ્રનગર-દુધરેજ પાલિકાના રૂ.૨૭.૯૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી કાલે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યાં છે, તેમના કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રીશ્રી તા.૧૩ને રવિવારના રોજ સવારના ૯-૦૦ કલાકે વઢવાણ તાલુકાના વાડલા ખાતે ઉ૫સ્થિત રહી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત વાડલા ખાતે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું ખાતમૂહૂર્ત કરશે.
ત્યારબાદ તેઓશ્રી વઢવાણ સ્થિત શ્રી સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સુરસાગર ડેરી)ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સુર સાગર ડેરીના રુપિયા ૭.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ “સુર સાગર ભવન કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.
આ તકે સુરસાગર ડેર તરફથી રુપિયા ૨૦ લાખ અને જિલ્લાથી દૂધ મંડળીઓ તરફથી અંદાજીત રુિ૫યા ૨૦ લાખ મળી કુલ રુિ૫યા ૪૦ લાખની રકમના ચેક મુખ્યમંત્રીશ્રીને સુજલામ-સુફલામ જળ અભિયાન માટે અર્પણ કરાશે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્ર સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા દ્વારા અમૃત યોજના અન્વયે અંદાજિત રુપિયા ૧૪.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કામોનું અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રુપિયા ૧૨ કરોડના કામો, એનયુએલએમ યોજના અંતર્ગત રુિ૫યા ૧.૨૨ કરોડના કામો અને ૧૪માં નાણાપંચ યોજના અન્વયે રુપિયા ૦.૫૭ કરોડના કામો મળી કુલ રુિ૫યા ૨૭.૯૯ કરોડના વિવિધ વિકાસકામોનું કાર્યક્રમના સ્થળેથી ડીઝીટલ તકતી અનાવરણ દ્વારા ખાતમૂહૂર્ત -લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દાતા સી.યુ.શાહની પ્રતિમાનું અનાવરણ તેમજ નવા હોસ્પિટલ બિલ્ડીંગ અને કાર્ડીયાક કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.
સુજલામ- સુફલામ જળ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧લી મેં થી જળસંચયના અનેેકવિધ કામો હાથ ધરાયા છે.
જે પૈકી વઢવાણ તાલુકાના વાડલા ખાતે આવેલા ૮૦ વર્ષ પહેલા બનેલા ગામ તળાવને ઉંડુ ઉતારવાના કાર્યનો શુભારંભ થશે. જળસંચય અર્થે હાથ ધરાનાર આ કામનું ખાતમૂહૂર્ત તા.૧૩ મેં ના રોજ સવારના ૯-૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના હસ્તે કરાશે.
સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આ તળાવને અંદાજીત રુપિયા ૩ લાખના ખર્ચે ઉંડુ કરવાનું કાર્ય હાથ ધરવાનાર છે. જે અન્વયે આ તળાવની સફાઇની સાથે તેમાંથી વધુ ૧ મીટર જેટલી માટી કાઢી તેને ઉંડુ ઉતારવામાં આવશે.
જેના પરિણામે આ તળાવમાં ૩,૫૩,૦૦૦ ઘનફીટ એટલે કે, ૦.૩૫ મીલીયન ઘનફુટ જેટલી સંગ્રહશક્તિ વધશે. જેના કારણે આ વિસ્તારની વધુ ૧૫૫ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૧ લી મેં થી સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધરાયું છે આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં લોકભાગીદારીના તળાવો તથા જળાશય ઉંડા ઉતારવાના તથા.
ચેકડેમ ડીસીલ્ટીંગના બધા કામો મળી રુપિયા ૩૧૯.૨૯ લાખની અંદાજીત કિંમતના કુલ ૨૧૨ કામોનો તથા અન્ય વિભાગના રુપિયા ૨૫૬.૨૯ લાખના ૧૩૫ કામો મળી કુલ મળી કુલ ૫૭૫.૫૮ લાખની કિંમતના ૩૪૭ કામોનો નવા રીવાઇઝડ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જે પૈકી આજની તારીખ સુધીમાં જિલ્લામાં લોકભાગીદારી સાથે તળાવો/જળાશય ઉંડા ઉતારવા તથા ચેકડેમ ડીસીલ્ટીંગના ૮૫ કામો તથા અન્ય વિભાગોના ૬૮ કામો મળી કુલ ૧૫૩ કામો ચાલુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com