પોપટ નિશિતે ૯૯.૦૫ પીઆર અને યાદવ રિંકલે ૯૮.૮૮ પીઆર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
ગુજરાત રાજય એજયુકેશન બોર્ડનું ૧૨ સાયન્સનું માર્ચ-૨૦૧૮નું પરીણામ જાહેર થતાં જ રંગીલા રાજકોટમાં ખુશીનાં રંગોની બહાર આવી ગઈ છે. ગુજરાતમાં રાજકોટ ૧૨ સાયન્સના પરિણામમાં ૮૫ ઉપરના આંકડા સાથે પ્રથમ ક્રમાંકે છે જે દર્શાવે છે કે રાજકોટ અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણનું પણ હબ બનતું જાય છે.
પાઠક સ્કૂલનાં ડિરેકટર દિલીપ પાઠકે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૨ સાયન્સનું રિઝલ્ટ વાલી, વિદ્યાર્થી, શાળાના સંચાલકો વગેરેના મનમાં એક તરવડાટ ઉભો કરે છે. વર્ષ ૨૦૧૮માં પાઠક સ્કૂલનું ૧૨ સાયન્સનું પરીણામ ખુબ જ સારું આવ્યું એ બદલ વિદ્યાર્થીઓ શાળાના પરિવારજનો, બધાનો આભાર માનું છું. પાઠક સ્કૂલનાં વિદ્યાર્થીઓમાં દેસાઈ શ્રેયા ૯૯.૮૦ પીઆર, પોપટ નિશિત ૯૯.૫૧ પીઆર, યાદવ રિંકલ ૯૯.૮૮ પીઆર, પદમાણી ચંદ્રેશ ૯૮.૨૫ પીઆર અને મહેતા ઓમ ૯૭.૨૦ પીઆર સાથે ઉર્તિણ થયા છે. સારા પરિણામોમાં ઘણો ખરો ફાળો સ્માર્ટ ટેકનોલોજીનો ગણાવી શકાય. જેમાં ટુંકા સમયમાં સારામાં સારું પરિણામ લાવી શકાય છે. બીજું કારણ છે વાલીઓમાં તથા વિદ્યાર્થીઓ શિક્ષણ અંગે જાગૃતી વધી છે.
પાઠક સ્કૂલનાં ૧૨ સાયન્સના વિદ્યાર્થી પોપટ નિશિત કહે છે કે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા, સ્કૂલનાં શિક્ષકો તેમજ મિત્રોને આપીશ અને ભવિષ્યમાં અમદાવાદની કોલેજમાં મિકેનિકલ એન્જીનીયરીંગ કરવાની ઈચ્છા છે. જોષી પાઠક સ્કૂલનાં ૧૨ સાયન્સનાં વિદ્યાર્થી જણાવે છે કે સ્કૂલ સિવાયનાં સમયમાં અન્ય કયાંય ધ્યાન ન જાય તેની કાળજી રાખીને બપોરે પણ આરામ કરવો નહીં સામે વાંચનમાં જ ધ્યાન આપવાના પ્રયત્નો કર્યા છે.
પાઠક સ્કૂલમાં ૧૨ સાયન્સમાં સારું પરીણામ લાવેલા વિદ્યાર્થી રીંકલ યાદવ જણાવે છે કે સારા પરિણામ માટે સ્કૂલ સિવાયનાં સમયમાં ૯ થી ૧૦ કલાક વાંચન કરતા હતા. તેમજ વિદ્યાર્થી યદમાણી ચંદ્રેશ જણાવે છે કે સ્કૂલ દરમિયાન પુરુ ધ્યાન ભણવામાં જ રહેતું હતું. ભવિષ્યમાં કેમિકલ એન્જીનિયરીંગ કરવા ઈચ્છે છે. ટાઈમ મેનેજમેન્ટ સારા પરિણામો માટે ખુબ જરૂરી છે તથા પરીક્ષા સમયે લખાણમાં ઝડપ રાખવી જરૂરી છે. તેમણે ખુબ મહેનત કરવી જ એક માત્ર વિકલ્પ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com