મુખ્યામંત્રી સુરસાગર ડેરીના રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ “સુરસાગર ભવન” કાર્યાલયનું ઉદ્દઘાટન તેમજ સુરેન્દ્ર્નગર-દૂધરેજ નગરપાલિકાના રૂપિયા ૨૭.૯૯ કરોડના વિકાસ કામોનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૧૩ મી મે ના રોજ સુરેન્દ્રયનગર જિલ્લાના પ્રવાસે આવી રહયા છે, તેમના કાર્યક્રમ મુજબ મુખ્યરમંત્રી તા.૧૩ ને રવિવારના રોજ સવારના ૯-૦૦ કલાકે વઢવાણ તાલુકાના વાડલા ખાતે ઉપસ્થિુત રહી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત વાડલા ખાતે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુર્હૂત કરશે. ત્યા રબાદ તેઓ વઢવાણ સ્થિડત સુરેન્દ્રનનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાીદક સંઘ લી. (સુરસાગર ડેરી) ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સુરસાગર ડેરીના રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ “સુર સાગર ભવન” કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે.

આ તકે સુરસાગર ડેરી તરફથી રૂપિયા ૨૦ લાખ અને જિલ્લાવની દૂધ મંડળીઓ તરફથી અંદાજીત રૂપિયા ૨૦ લાખ મળી કુલ રૂપિયા ૪૦ લાખની રકમના ચેક મુખ્યમમંત્રીશ્રીને સુજલામ – સુફલામ જળ અભિયાન માટે અર્પણ કરાશે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સુરેન્દ્રરનગર – દૂધરેજ નગરપાલિકા દ્વારા અમૃત યોજના અન્વયે અંદાજિત રૂપિયા ૧૪.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કામોનું અને સ્વાર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (UDP) અંતર્ગત રૂપિયા ૧૨ કરોડના કામો, NULM યોજના અંતર્ગત રૂપિયા ૧.૨૨ કરોડના કામો અને ૧૪ મા નાણાપંચ યોજના અન્વયે રૂપિયા ૦.૫૭ કરોડના કામો મળી કૂલ રૂપિયા ૨૭.૯૯ કરોડના વિવિધ વિકાસકામોનું કાર્યક્રમના સ્થ ળેથી ડીઝીટલ તકતી અનાવરણ દ્વારા ખાતમુર્હૂત – લોકાર્પણ કરશે.

મુખ્યમમંત્રીશ્રી વિજ્યભાઈ રૂપાણી સી.યુ.શાહ મેડીકલ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિખત રહીને દાતાશ્રી સી.યુ.શાહની પ્રતિમાનું અનાવરણ તેમજ નવા હોસ્પિજટલ બિલ્ડીંગ અને કાર્ડીયાક કેર સેન્ટરરનું ઉદ્દઘાટન કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.