રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા પેનલ એડવોકેટ માટે સેમિનાર યોજાયો
નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા બેન્કની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે પેનલ એડવોકેટ માટે સેમિનાર યોજાયેલ હતો અને તજજ્ઞોનાં મનનીય માર્ગદર્શની ઉપસ્તિ સહુને અમૂલ્ય અને વિસ્તૃત માહિતીનું ભાું મળેલું હતું.
નામદાર બી. એચ. ઘાસુરા સાહેબે ‘નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ’ એક્ટ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘શીખવા માટે કોઇ જ ઉંમર હોતી ની. આ એક પેચીદો એક્ટ છે. સૌી વધારેમાં વધારે લીટીગેશન નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં છે. ચેક રિટર્નનાં કેસની ફરિયાદમાં બેન્ક તરફી ચેક રિટર્ન ઉપરાંત આનુસંગીક તમામ કાગળો પ્રમી જ જોડવા જોઇએ. તેમાં રિટર્ન ચેક, ચેક રિટર્નનાં કારણ, નોટીસ, પોસ્ટની રસીદ ઉપરાંત ક્યા પ્રકારની અને કેટલી રકમની લોન છે તે તમામ વિગત દર્શાવવી જોઇએ ઉપરાંત ચેક રિટર્ન મેમો બાબતે ખાસ જોવું જરૂરી છે.
રિટર્ન મેમોમાં ફક્ત સહી જ નહિ પરંતુ બેન્કનો સિક્કો પણ હોવો જોઇએ. ચેક સમય મર્યાદામાં બેન્કમાં રજુ વો જોઇએ. નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનાં કેસમાં એફીડેવીટી પુરાવા આપવામાં આવે છે. ઓોરાઇઝડ વગર ફરિયાદ કરી શકાતી ની. કોર્ટની હકૂમત જોવી જરૂરી છે અને તે બાબતની ફરિયાદમાં ચોખવટ હોવી જોઇએ.’
બેન્કનાં ચેરમેન નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા ત્રણ વર્ષી આ પ્રકારનાં ટ્રેનીંગનાં વિષયો લઇને નવું-નવું કંઇકને કંઇક કરવું અને તેમાં આપ સહુ જોડાવ છો તેનો આનંદ છે. તમારી નબળાઇ પણ તમને વિજય અપાવી શકે તે ટ્રેનીંગની તાકાત છે. અહીં તજજ્ઞો જે પ્રકારની માહિતી-માર્ગદર્શન આપે છે તે આપને પ્રેકટીશમાં, સમાજમાં ઉપયોગી બની રહે છે. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. માટે ‘નાના માણસોની મોટી બેન્ક’ એ વિઝન અને મિશન સ્ટેટમેન્ટ છે. બેન્કની કામગીરી જોઇએ તો, વિવિધ આવાસ યોજનાઓનાં ધિરાણનાં લાર્ભાીઓમાથીહત્તમ આપણી બેન્ક સો જોડાયેલા છે. બેન્ક દ્વારા ૩૮ શાખાઓનાં દર વર્ષે નિયમીત ગ્રાહક મિલન કરીએ છીએ. તેમનાં પ્રશ્ર્નો સાંભળીએ છીએ અને નિરાકરણ કરીએ છીએ. આ પ્રકારનાં અનેક કાર્યો કરીએ છીએ.’
આર્બીટ્રેટર અશોકભાઇ ખંધારે ‘વકિલોનો વ્યવસાય અને આચારસંહિતા’ વિષયક માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘કાયદો જેટલી વાર વાંચીએ તેટલી વાર જુદો-જુદો લાગે છે. શ્રીમદ્ રાજચંદ્રનું આ વાક્ય ‘કર વિચાર તો પામ’ ખૂબ જ ઉપયોગી બની રહે છે. માણસને સાચા-ખોટાની ખબર પડી જાય તો બીજું કાંઇ ક્યાં જોવાનું જ રહે છે.’
બી.સી.જી.નાં સભ્ય અને સીનીયર એડવોકેટ ડો. પરેશભાઇ જાનીએ ‘રેરા’ કાયદા વિશે મહત્વપૂર્ણ માહિતી આપી જણાવ્યું હતું કે, ‘રેરાનો કાયદો સમગ્ર દેશ માટે, ખૂબ જ સારો બન્યો છે. તેનાી બિલ્ડર અને ગ્રાહક બંનેનો ફાયદો છે. કાયદાનું રક્ષણ મળે છે. આ તકે લક્ષ્મી, વિદ્યા અને વિશ્ર્વાસની બોધકા ખૂબ જ મનનીય રીતે રજુ કરી હતી.’
બેન્કનાં સીઇઓ વિનોદ શર્માએ સહુને હાર્દિક આવકાર આપી બેન્કની જનરલ માહિતી રજુ કરી હતી.
ગીરિશભાઇ ભુતે જણાવ્યું હતું કે, ‘આપ સહુ પાસેી લોન વિભાગની જે અપેક્ષા હોય તે ઘણા બધા પુરી કરે છે, દરેકની અપેક્ષા ઝડપી લોન મળે તેવી હોય છે. આપ સહુ જરૂરી તમામ કાગળો એક સો જ-સમયસર આપો એ જ અપેક્ષા છે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,