શહેર ભાજપ પમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે ધો.૧ર વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર થઇ ચુકેલ છે. દરેક વિઘાર્થીઓની કારકીર્દીના મહત્વના સોપાન એવા ધો.૧ર માં ઉચ્ચ ક્રમાંકે ઉર્તીણ થયેલા સમગ્ર વિઘાર્થીઓને શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે વિઘાર્થીગણ ધારે તો આવકાશને ચુમી શકે એવી શકયતા છે.
ધો.૧ર પછી પસંદગી માટે સમગ્ર આકાશ ખુલ્લુ છે. અને વિઘાર્થીઓની પાસે આકાશની માફક અમાપ, અસીમિત શકયતાઓ અને વિકલ્પ ગણાય નહી તેટલા સપનાઓ છે.
વિઘાર્થી પોતાના ક્ષમતા સંજોગો સારા નબળા પાસાઓ ઘ્યાનમાં લઇ કારકીર્દીની પસંદગી અંગે યોગ્ય અને શ્રેષ્ઠ નિર્ણય કરે તેમજ તેના ઉજજવળ ભાવિની શુભેચ્છા સાથે અભીનંદન પાઠવતા કમલેશ મીરાણી, દેવાંગ માંકડે અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com