મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વન વીક, વન વોંકળા ઝુંબેશ અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૩માં વોંકળામાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત બે વોકળામાંથી ૧૫ દબાણો દુર કરવામાં આવ્યા હતા. જયારે જામનગર રોડ પર રૂડા ઓફિસ પાસે ફુટપાથ પર ખડકાતું ધાર્મિક હેતુનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
વન વીક, વન વોંકળા ઝુંબેશ અંતર્ગત આજે કનકેશ્ર્વર મહાદેવ મંદિર પાસેથી તોપખાના વોંકળા સુધીના વિસ્તારમાં કાચુ દબાણ, પતરાનું દબાણ, બોકસ ગટર પર બે બાથરૂમ અને ઓટલા સહિત કુલ ૧૦ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
જયારે ગાયેકવાડી શેરી નં.૭ પાસે કાચુ દબાણ, પતરાનું દબાણ, એક બાથરૂમ અને ઓટલા સહિત કુલ પાંચ દબાણો દુર કરાયા હતા. જામનગર રોડ પર રૂડા કચેરી ખાતે ફુટપાથ પર ચાલી રહેલું ધાર્મિક હેતુનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું.