સુપ્રિમ કોર્ટે બૉલીવુડની અભિનેત્રી શ્રીદેવીની મૃત્યુની તપાસની માગણી કરતી અરજીને રદ કરી દીધી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઇ) દીપક મિશ્રાની અધ્યક્ષતામાં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજની બેન્ચે અરજી કરનાર સુનીલ સિંહ દ્વારા દાખલ કરેલી અરજીને રદ કરી નાખી છે
આ પહેલા પણ અન્ય દ્વારા કરેલ અરજી રદ કરવામાં આવી હતી, સુનીલ સિંહ અરજીમાં સુપ્રિમ કોર્ટને કોઈ યોગ્યતા મળતી ન હતી અને તેથી તેને રદ કરવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટ દ્વારા તેમની અરજી રદ કરાયા બાદ સિંઘે સુપ્રિમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે અગાઉ શ્રીદેવીની મૃત્યુની વિગતવાર પૂછપરછ માટે બે અન્ય સમાન અરજીઓ ફગાવી દીધી હતી.
અરજીકર્તા સુનિલ સિંહ, ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિકાસસિંહે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી અને જણાવ્યું હતું કે શ્રીદેવીની મૃત્યુની વિગતવાર તપાસ થવી જોઈએ. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીદેવીના નામથી ઓમાનમાં 240 કરોડ રૂપિયાનો વીમા આપવામાં આવ્યો હતો અને નાણાં માત્ર યુએઇમાં મૃત્યુ પામ્યા પછી જ મુક્ત થઈ શકે છે તેવી શરતો હતી માટે શંકાને નકારી ન શકાય.
24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું, જ્યાં તેણી એક પારિવારિક લગ્નમાં હાજરી આપી હતી. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, 54 વર્ષીય અભિનેત્રી તેના હોટલના રૂમના બાથટબમાં આકસ્મિક ડૂબી જવાથી મૃત્યુ પામી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com