ગરીબ લોકોના પ્લોટ પડાવવાનુ ષડયંત્ર
આપણો દેશ આઝાદ થયો પરંતુ હજુ નિતી તો રાજાશાહી વખતની જ ચાલી આવે છે. કહેવત હતી કે “જેનો કબ્જો હોય તેની જમીન” પરંતુ સરકાર દ્વારા હાલમા જ ધ્રાગધ્રા પંથકમા રહેતા કેટલાક ગરીબ અને નિંસહાય લોકોને પ્લોટની ફાળવણી કરવામા આવી હતી જેમા વિચરતી વિમુક્તની પાંચ જાતીના લોકોના કુલ 208 લોકોને આ પ્લોટની ફાળવણી સરકાર દ્વારા કરી દેવામા આવી હતી સરકાર દ્વારા આ ગરીબ પરીવારને પ્લોટ આપતા દરેક પરીવારમા અનેરો આનંદ છવાયો હતો પરંતુ આ આનંદ વધુ સમય રહેવાનો ન હતો.
કારણ કે હજુ માત્ર પંદરેક દિવસ થયા 208 જેટલા પ્લોટો સરકાર દ્વારા વાદી, સલાટ, દેવીપુજક, વણજારા, કાંસીયા એમ પાંચ જાતિના અતિ પછાત વગઁના લોકોને જમીન માપણી કરી પોત-પોતના પ્લોટ આ પરીવારને સોપી દેવાયા હતા ત્યારે આ દરેક પરીવાર દ્વારા પોતાના પ્લોટની સાફ-સફાઇ શરુ કરતા આ વિશાળ જગ્યા પર નજર રાખી બેઠેલા ધ્રાગધ્રાના કેટલાક અસામાજીક તત્વો દ્વારા દરેક પ્લોટ મળેલા પરીવારોને ધમકી આપી જગૂયા ખાલી કરી દેવા જણાવ્યુ હતુ જ્યારે સરકાર દ્વારા મહામહેનતે અપાયેલા પોતાના પ્લોટની જમીન ખાલી નહિ ઈરી દેવાનુ જણાવતા જ આ ગરીબ પરીવારો પર અમૌક અસામાજીક તત્વો દ્વારા હુમલો કરાયો હતો અને પછાત તથા વિચરતી જાતીના પુરુષ તથા મહિલા પરીવારોના સભ્યોને માર મારવામા આવ્યો હતો
જ્યારે પોતાના પ્લોટ પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર અસામાજીક તત્વો વિરુધ્ધ પોલીસ સ્ટેશન તથા માલમલતદાર કચેરીએ મોટી સંખ્યામા વિચરતી જાતીના લોકો એકઠા થઇ સરકાર દ્વારા અપાયેલા પોતાના પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો જમાવનાર અસામાજીક તત્વો વિરુધ્ધ આવેદન આપી રજુવાત કરી કાયદેસર પગવલા ભરવા તથા તેઓને પ્રોટેસન આપવાની માંગ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com