સરકારના આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે વ્યવસ ન હોવાનો કેગના રિપોર્ટમાં ધડાકો
કેગ દ્વારા રાજય સરકારે બાયોમેડિકલ વેસ્ટ બાબતે દાખવવામાં આવેલી બેદરકારીનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ એકઠુ કરવામાં બેદરકારી રાખવામાં આવી હોવાનું કેગના રિપોર્ટમાં છે. કેગના રિપોર્ટ અનુસાર રાજયના ૬૭ માંી ૪૨ હેલ્કેર સેન્ટરોમાં બાયોમેડિકલ વેસ્ટ માટે કોઈપણ જાતની સ્ટોરેજ સુવિધા ઉભી કરવામાં આવી ની.
અમદાવાદ જિલ્લાના સાણંદમાં કોમ્યુનિટી હેલ્ સેન્ટર ખાતે વિકલાંગો માટેના ટોયલેટને બાયોમેડિકલ વેસ્ટના સ્ટોરેજ તરીકે ઉપયોગમાં લેવાતો હોવાનો ઘટસ્ફોટ કેગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. કેગના ઓડિટ દરમિયાન બાયોમેડિકલ વેસ્ટ એકઠુ કરનારાઓ માટે પણ યોગ્ય સુરક્ષા અપાતી ન હોવાનું જાણવા મળે છે. બાયોમેડિકલ વેસ્ટ એકઠુ કરવા માટે કર્મચારીઓને આપવામાં આવતા સંશાધનો પણ ખામી યુકત હોવાનું તેમના રિપોર્ટમાં ફલીત યું છે.
રાજયના અનેક શહેરોમાં બાયોમેડિકલ વેસ્ટ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બેદરકારી દાખવી છે. કેગે પોતાના રિપોર્ટમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને પણ આડેહા લીધી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, બાયોમેડિકલ વેસ્ટ સામાન્ય કચરાપેટીમાં નાખવામાં આવે છે. અવા તો તેનો નિકાલ કરવામાં બેદરકારી દાખવાઈ છે. ૪૦ માંી ૨૮ કોમ્યુનિટી હેલ્ સેન્ટરમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ બાબતે યોગ્ય સુવિધા ની.
આ ઉપરાંત રાજયની ૬ સિવિલ હોસ્પિટલોમાં પણ બાયોમેડિકલ વેસ્ટના નિકાલ બાબતે યોગ્ય પગલા લેવામાં આવતા ન હોવાનું કેગના અહેવાલમાંી ફલીત યું છે. ૨૩ હેલ્કેર સેન્ટરની આસપાસ નાખવામાં આવતા બાયોમેડિકલ વેસ્ટના કારણે ગાય અને કુતરા સહિતના પ્રાણીઓના આરોગ્યને ગંભીર નુકસાન ઈ રહ્યું છે. રાજકોટ હાલ તબીબી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે રાજકોટમાં પણ બાયોમેડિકલ વેસ્ટના નિકાલ મામલે યોગ્ય વ્યવસ ઉભી કરવી જોઈએ તેવી લોક લાગણી છે.