વેઈટ લિફ્ટર પૂનમ યાદવ કે જેણે હમણા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તે હવે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. વેઈટ લિફ્ટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પૂનમને ટાર્ગેટ ઓફ પોડિયમ સ્કીમ (ઝઘઙજ)માંથી બહાર કરી દીધી છે. આ ઉપરાંત તેને નેશનલ કેમ્પમાંથી પણ કાઢી નાખવામાં આવી છે.
નોટિસનો જવાબ ન આપવાને કારણે ગુસ્સે થયેલા ફેડરેશને આ કાર્યવાહી કરી છે. શિસ્ત અંગે કરેલી ગેરવતર્ણૂકને લઈને ફેડરેશને પૂનમને એક નોટિસ મોકલી હતી, જેમાં કારણ બતાવવા માટે કહ્યું હતું પણ પૂનમે આ નોટિસનો કોઈ જવાબ આપ્યો ન હતો. આથી ગેરવર્તણૂક અને ગેરજવાબદારીના કારણે તેને વેઈટ લિફ્ટિંગના કોર ગૃપમાંથી પણ બહાર કરવામાં આવી છે.
વેઈટ લિફ્ટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી સહદેવ યાદવે જણાવ્યું હતું કે પૂનમ કોમનવેલ્થમાં વિજેતા બન્યા બાદ કોઈ નોટિસ આપ્યા વિના જ કેમ્પમાંથી બહાર નીકળી ગઈ હતી. ફેડરેશને જ્યારે તેની આ ગેરજવાબદાર વર્તણૂક વિશે જવાબ માગ્યો ત્યારે તેણે કોઈ સંતોષકારક જવાબ પણ આપ્યો ન હતો આ કારણે ફેડરેશને તેને ગ્રુપની બહાર કાઢી નાંખી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પૂનમ યાદવ દ્વારા કરવામાં આવેલી આ ગેરવર્તણૂકને કારણે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવી છે. ફેડરેશન તરફથી મળતી તમામ સુવિધાઓ સાથે તેને તૈયારીઓ માટે દર મહિને મળતી ૫૦ હજારની રકમ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. હવે ભવિષ્યમાં પણ તે કદાચ ફેડરેશનમાં જોડાઈ શકશે નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,