વાંકાનેરના પ્રજાપતિ પરિવારે સંતાનોના લગ્નમાં આવેલ ચાંદલાની રકમને સેવકાર્યોમાં વાપરવાનો નીર્ધાર કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. પ્રજાપતી પરિવારના આ સેવાંકાર્યને સેવાભાવી અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવ્યું છે.
વાંકાનેર પંચાસર રોડ,ધમૅ નગર સોસાયટીમા રહેતા કણસાગરા દીનેશભાઈ મગનભાઈ ના દીકરા-દીકરી બલરાજ અને દીશાબેન ના લગ્ન પ્રસંગે યોજેલ ભોજન સમારંભમા આશીૅવાદમા આવેલ ઉપહાર, વેવાર, ચાંદલાની રકમ રૂ.૧,૭૨,૫૨૦ અન્નશ્રેત્ર અને ગૌશાળામા અપૅણ કરવાનો સંકલ્પ દાદા મગનભાઈ એ વ્યકત કર્યો હતો. જે ને પરીવારના સભ્યોએ સહર્ષ સ્વીકાર્યો હતો.
પ્રજાપતિ પરિવારે રૂ.૧,૧૦,૧૦૦નું રાશન લઈને ગાયત્રી મંદીર અન્નશ્રેત્રને અર્પણ કર્યું. જયારે રૂ.૭૧,૫૨૦નો ખોળ લઈ પાંજરાપોળ ગૌશાળા,અંધઅપંગ ગૌશાળા,ગાયત્રી મંદીર ગૌશાળા, ફળેશ્વર ગૌશાળા,મેસરીયા ગૌશાળા,રધુનાથજી મંદીર ગૌશાળા ,છતર હનુમાનજી ગૌશાળા અને રાણીમા રૂડીમા આશ્રમ ગૌશાળામા અપૅણ કર્યું હતું .
અબોલ જીવ અને નીરાધાર દુખીયાને ટુકડો ત્યા હરી ઢુકળો આ વાત ને સાથૅક સમજી આ પરીવારે ખરેખર એક ઉમદા ડગ યોગ્ય દીશામા ભયુૅ છે અને અંતરના આષીસ મેળવી પુણ્ય નુ પરબ બાંધવા બીજાને પણ પ્રેરણા લેવા જેવુ કાયૅ કયુૅ છે કેમકે ધણા સુખી પરીવાર ચાંદલા પ્રથા બંધ રાખે છે પણ આ વિચાર એનાથી આગળનો છે. આ સેવાકાર્ય સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજમા પ્રથમ પહેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com