નદીમાં કોઇ અજાણ્યા શખ્સોએ ઝેરી દવાઓ નાખી જતાં હજારો માછલાઓ મોતને ભેટયા
હળવદ તાલુકાના ટીકીટ ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી દવાઓ નાખી જતાં નદીમાં રહેલા હજારો માછલીઓના ટપોટપ મોત થતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. તેમજ મોતનો સીલસીલો હજુ પણ યથાવત હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના ટીકર રણ પાસે પસાર થતી બ્રાહ્મણી નદીમાં વહેલી સવાર ના કોઈ અજાણ્યા શખ્સોએ સમગ્ર નદીમાં ભરેલા પાણીમાં ઝેરી દવાઓ નાખી જતાં નદીમાં રહેલા હજારો માછલાઓ તરફડીયા મારી રહ્યા છે તો અસંખ્ય માછલીઓના ટપોટપ મોત નીપજયા હતા અને કીનારા પર મૃત માછલીઓના ઢગલાઓ ખડકાયા છે જ્યારે બનાવ અંગેની જાણ મોરબી જીલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન ધરમેન્દ્રભાઈ પટેલને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી આ અંગેની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હતી. આ લખાય છે ત્યાં સુધી આ નદીમાં હજુ પણ માછલીઓના મોતનો સીલસીલો યથાવત હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે.
તો બીજી તરફ ગ્રામજનોમાં એવો પણ ભય વ્યાપી ગયો છે કે આ નદીનું પાણી ગામનાં પશુઓ પણ પીતા હોય છે જેથી આવા પશુઓને ઝેરી અસર ના થાય તે માટે પણ ગ્રામજનોમાં દોડધામ મચી જવા પામી છે. તદ્ઉપરાંત આ માછલીઓના ટપોટપ મરવાનું કારણ હજુ ચોક્કસ જાણી શકાયું નથી. અને આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. તેમજ ગામના પશુઓને નદીમાં રહેલ પાણીની ઝેરી અસર થશે તેવો ભયનું મોજું પ્રસરી ગયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,