ભ્રષ્ટાચાર હટાવવા નોટબંધીનો નિર્ણય સરાહનીય: ફોર્બ્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોર્બ્સની ટોપ ૧૦ સૌથી તાકતવર લોકોની યાદીમાં ૯ માં નંબરે નામ નોંધાવ્યું છે. ફોર્બ્સે નિવેદન જાહેર કરીને કહ્યું કે મોદીના નોટબંધીના નિર્ણય ભ્રષ્ટાચાર ખત્મ કરવાની દિશામાં મોટું પગલું હતું. બીજી તરફ પહેલી વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ યાદીમાં પહેલા નંબરે સ્થાન મેળવી ચુકયા છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતીનને પણ પાછળ છોડી દીધા છે.
ફોર્બ્સ મુજબ ધરતી પર લગભગ સાડા સાત અરબ લોકો રહે છે. પરંતુ આ ૭૫ પુષો અને મહીલાઓએ દુનિયાને બદલવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. અમારી વાર્ષિક જાહેર થતી દુનિયાના સૌથી તાકાતવર લોકોની યાદીમાં દર દસ કરોડ લોકોમાંથી એક શખ્સ સામે આવ્યો છે. ફોર્બ્સને મોદી માટે કહ્યું કે દુનિયાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં મોદી ખુબ જ લોકપ્રિય છે.
ફોર્બ્સે વધુમાં કહું કે છેલ્લા થોડા વર્ષોથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગની સાથે મુલાકાત બાદ વૈશ્ર્વિક નેતા બની સામે આવ્યા છે. ફલાઇમેટ ચેન્જનો ઉકેલ શોધવા દુનિયાના પ્રયાસોમાં મોદીનું મહત્વપૂર્ણ યોગદાન છે. ફોર્બ્સની યાદીમાં મોદી બાદ બીજા ભારતીય મુકેશ અંબાણી છે જે ૩રમાં ક્રમે રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,