રેલવે પરીસરમાં મુસાફરનું મૃત્યુ થાય કે ઘાયલ થાય તેવા કિસ્સામાં વળતર આપવા સુપ્રિમનો ચૂકાદો
ટ્રેનમાં ચઢતા ઉતરતા સમયે ઘાયલ થનારને હવે રેલવે વિભાગ વળતર ચૂકવશે વડી અદાલતે આજે ચૂકાદામાં કહ્યું છે કે, ટ્રેનમાંથી તરતી વખતે કે ચઢતા સમયે મુસાફરનું મોત થઈ જાય અથવા ઘાયલ થાય તે ખૂબજ દુ:ખદ ઘટના છે. આવી સ્થિતિમાં યાત્રી વળતરનો હકદાર છે.
વડી અદાલતે ચૂકાદામાં વધુમાં કહ્યું હતુ કે, ટ્રેનમાંથી ચઢતા ઉતરતા સમયે અકસ્માતનાં બનાવમાં મુસાફરની બેદરકારી હોવાનું માની ના શકાય જો કે, રેલવેના પરિસરમાં કોઈના મૃત્યુ કે ઈજા થવાના બનાવમાં એવો નિર્ણય પણ ના લેવાય કે તે વ્યકિત મુસાફર હતો.
વડી અદાલતે ચૂકાદામાં કહ્યું હતુ કે, ટ્રેનમાંથી ચઢતા ઉતરતા સમયે અકસ્માતના બનાવમાં મુસાફરની બેદરકારી હોવાનું માની ન શકાય. જો યાત્રીક પાસે ટીકીટ ન હોય તો તેને વળતર ચૂકવવાનો ઈનકાર પણ ન કરી શકાય. અલબત રેલવેના પરિસરમાં કોઈના મૃત્યુ કે ઘાયલ થવાના બનાવમાં એવું પણ નિશ્ર્ચિત ન કરી શકાય કે તે વ્યકિત વળતર માટે વાસ્તવીક મુસાફર છે.
ન્યાયાધીશ આદર્શ કુમાર ગોયલ અને ન્યાયાધીશ રોહિંનટન એફ નરિમનની ખંડપીઠ દ્વારા આ ચૂકાદો આપવામાં આવ્યો છે. રેલવે એકટ ૧૯૮૯ના સેકશન ૧૨૪એ હેઠળ જો કોઈ મૂસાફર રેલવેમાં આત્મહત્યા કે આત્મહત્યાનો પ્રયાસ કરે તો તે પોતે જ પોતાને ઈજા પહોચાડવાનો પ્રયાસ કરે છે જેને મુસાફરનો ગુનો ગણવામાં આવશે.
રેલવેના આ એકટની વિરોધમાં દેશની ઘણી હાઈકોર્ટે એક બીજા સામે ચૂકાદા આપ્યા છે. કેટલીક અદાલતે આવા યાત્રીકોને પણ વળતરનાં હકદાર બનાવ્યા છે. જયારે કેટલીક અદાલતે આવા કેસમાં રેલવેની બેદરકારી માનવાનો ઈનકાર કરી આત્મહત્યા અથવા તેના પ્રયાસના ગુનાની શ્રેણીમાં દાખલ કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,