આજે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેર કર્યું. સેમેસ્ટર પ્રથા રદ્દ કર્યા બાદનું પહેલું પરિણામ આજે જાહેર થયું તેમાં 98067 વિદ્યાર્થી પાસ થયાં છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જીલ્લાનું પરિણામ સૌથી ઓછુ 35.64 ટકા આવ્યું છે.ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે
ગુજરાતના 1 લાખ 34 હજાર વિદ્યાર્થીના ભાવીનો ફેંસલો થયો.આ સાથે જ ગુજકેટની પરીક્ષાનું રિઝલ્ટ પણ જાહેર કરાવામાં આવશે. રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ આવ્યુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com