અકસ્માત કેસમાં ગુજરાત સરકાર કરશે 50 હજારની મદદ, તમામને મળશે લાભ
રાજ્યના તમામ લોકોને મળશે લાભ
ગુજરાત સરકારે 6 કરોડ ગુજરાતીઓ માટે એક ખુશખબર આપ્યા છે. કેસમાં વ્યક્તિ દીઠ 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
સરકારની આ જાહેરાત મુજબ, વ્યક્તિને અકસ્માત થયાના પ્રથમ 48 કલાકમાં ખાનગી કે સરકારી હોસ્પિટલનો ખર્ચ સરકાર ભોગવશે. તેમજ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં 48 કલાકની સારવારનો વ્યકિતદીઠ 50 હજાર સુધીનો ખર્ચ સરકાર આપશે. આ લાભ રાજ્યના તમામ લોકોને આપવામાં આવશે.
આ સિવાય સરકારે બિનખેતીની પરવાનગી લેવાની પ્રક્રિયા સરકારે વધુ સરળ બનાવી છે.
હવે અરજદારે બિનખેતીની પરવાનગીમાં નકશા કે પ્લાન રજૂ કરવા પડશે નહીં. પરંતુ તેને સોગદનામું રજૂ કરવું પડશે. આ ઉપરાત ટી.પી.માં જમીન જી.ડી.સી.આરના નિયમ મુજબ હોવાની વાત પણ અરજદારે જાતે જ રજૂ કરવી પડશે. સરકારના આ નિર્ણયથી અરજદારોની બિનખેતી કરવાની પ્રક્રિયા વધારે ઝડપી, સરળ અને પારદર્શક બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com