રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૦ દિવસ થયા રાજયના વિવિધ ગામોમાં સિંચાઈ અને પીવાનું પાણી એકત્ર થાય તે માટે સુજલામ સુફલામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિવિધ તળાવો સ્વૈચ્છિક સંસ્થાના સહકારથી ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઈકાલે મળેલી ઉપલેટા માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરોની મિટીંગમાં સર્વાનુમતે ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી ઉપલેટા વિસ્તારના તળાવો ઉંડા ઉતારવા માટે રૂપિયા અઢી લાખનું ભંડોળ ફાળવવામાં આવેલ હતું ત્યારે ધોરાજીના પ્રાંત અધિકારીને ચેક અર્પણ કરતા ઉપલેટા યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, સેક્રેટરી રાજભાઈ ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયા અને ઈન્ચાર્જ પ્રવિણભાઈ માકડિયા અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…