આપણે સામાન્ય રીતે રોડ પર વાહન ચલાવતા હોય ત્યારે સિગ્નલ અને સિગ્નલ બોર્ડને ધ્યાનથી જોતા નથી અને જોઈએ તો ક્યારેક સમજતા નથી હોતા તો આજે તેના વિષે માહિતી મેળવીએ અને તે સંકેતોને વિશે જાણીએ હાલ ટ્રાફિક ના નિયમો સુધારતા જાય છે માટે તેના વિશે જાણકારી હોવી જરૂરી છે.
નો પાર્કિંગ : અહિયાં વાહનો પાર્ક કરવાની કે મુકવાની સાવ મનાય હોય છે.
ડાબી બાજુ વળવાની માનાય છે માટે અહી વાહનોને તે ડાબી બાજુ વાળવા નહિ.
આગળ સાંકડો પુલ છે માટે વાહનને ધીમે ચલાવવું જેથી અકસ્માત ન થાય.
વાહન ઉભું રાખવાની મનાય છે અહી કોઈ જગ્યાએ વાહનને ઉભું રાખવું નહી
આગળ રેલ્વે ક્રોસિંગ છે માટે ધ્યાનથી ટ્રેન ના પાટા ક્રોસ કરવા જોઈએ.
નો હોર્ન ઝોન : અહી વાહનના હોર્ન વગાડવાની મનાય હોય છે
ઓવરટેક કરવાની મનાય છે માટે વાહનોની આગળ સાઈડ કાપીને જવું નહિ.
જમણી બાજુ વળવાની મનાય છે માટે વાહનને ત્યાં વાળવું નહિ.
ઝીબ્રા ક્રોસિંગ : અહી વાહન ધીમે ચલાવવું જેથી રોડ પર ચાલતા માણસો અહીથી રોડ ક્રોસ કરે છે.
આગળ સ્કૂલ નો વિસ્ત્તાર છે માટે વાહન ધીમે ચલાવવું.
ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબધ છે.
આગળ સ્પીડ બ્રેકર છે માટે વાહન ધીમે ચલાવવું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com