રોજગાર કચેરી મોરબી દ્વારા લશ્કરમાં જોડાવા માંગતા યુવાનો માટે વિનામૂલ્યે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો આર્મી,નેવી,એરફોર્સ,અર્ધ લશ્કરી દળો– વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા એક માસના, રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૧૪/૦૫/૨૦૧૮ થી યુ.એન.મહેતા કોલેજ, મોરબી ખાતે કરવામાં આવનાર છે, જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.
તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા.૧૧/૦૫/૨૦૧૮ ના રોજ સવારના ૭.૩૦ કલાકે યુ.એન.મહેતા કોલેજનું ગ્રાઉન્ડ્, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.સદર તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્ચુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com