ભારતની ગ્રામીણ મહીલાઓની સ્થિતિ ઉપર આપ્યું વકતવ્ય.
સંયુકત રાષ્ટ્રસંઘના કમીટી ઓન સ્ટેટસ ઓફ વુમનમાં વકતા તરીકે પસંદ થયેલા રાજકોટનાં પ્રથમ મહીલા મેયર અને અખિલ હિંદ મહિલા પરીષદનાં ઝોનલ ઓર્ગેનાઇઝર ડો. ભાવના જોષીપુરાએ વિશ્ર્વ સમુદાય સમક્ષ મહીલા સ્વાવલંબન સુરક્ષા અને સશકિતકરણ ઉપર તેઓએ કરેલી કામગીરીના આધાર ઉપરના વકતવ્યને વૈશ્વિક સ્તરે પ્રસંશા પ્રાપ્ત થઇ અને તેના આધાર ઉપર ડો. ભાવના જોશીપુરાને પાંચ જેટલા અન્ય ફોરમમાં વકતવ્ય આપવા માટે નિમંત્રીત કરાયા હતા.
ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનાં મહિલા જગત માટે ગૌરવશાળી ઘટના બની રહી છે. સંયુકત રાષ્ટ્રસંઘ કમીટી ઓન સ્ટેટ ઓફ વુમનનાં અત્યંત પ્રતિષ્ઠિત ઉપક્રમે સીએફયુડબલ્યુ ફોરમ દ્વારા વિશ્વભરમાંથી ગ્રાસરુટ કક્ષાએ કાર્યરત ૪ જેટલા વિવિધ દેશના મહિલા ક્રિયાશીલોની આ ફોરમ માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં રાજકોટના ડો. ભાવના જોશીપુરાનો સમાવેશ થયો છે.
તાજેતરમાં યોજાયેલ સીમાચિન્હરુપ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર મહીલા જગત માટે ઐતિહાસિક બની રહ્યો કારણ આ ઉપક્રમમાં ૨૦૩૦ સુધીમાં પુરુષ અને સ્ત્રીનું જન્મદર એક સમાન બની રહે તે માટે લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે.
ગ્રામીણ મહીલાઓ સામેનાં પડકારો અને તકો માટેની કેન્દ્રવતી થીમ સાથે સંયુકત રાષ્ટ્રસંધના આશ્રયે કમીશન ઓન સ્ટેટસ ઓફ વુમન-૬૨નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે ડો. ભાવનાબેન જોશીપુરા યુ.એન. સીએસ ડબલ્યુ-૬૨ સીએફયુડબલ્યુ અને એફસીએફડીયુ ના જે ફોરમમાં હતા તે ફોરમમાં થયેલી ચર્ચાને સીએસડબલ્યુ-૬ર જનરલ એસેમ્બલીમાં મુકવામાં માટેની સ્વીકૃતિ પ્રાપ્ત થઇ છે. આ ફોરમમાં ડો. ભાવના જોશીપુરા ઉપરાંત કેનેડાના શેરીલ હેઇલ્સ, સુ. ટેરી સો સહીત ચાર મહીલાઓની પસંદગી કરવામાં આવી હતી.
સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્ર્વભરમાંથી નિમંત્રિત કરાયેલ સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વૈચ્છીક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વિચારવિમર્શ માટેની અતિ અગત્યની બેઠકમાં અખિલ હિંદ મહિલા પરિષદનું પ્રતિનિધિત્વ ડો. ભાવના જોશીપુરાએ કર્યુ હતું. યુ.એન. ખાતેના ભારતીય પરમેનન્ટ મિશનના સેક્રેટરી સુશીલ દોભાલ સાથે પણ ડો. ભાવના જોશીપુરાએ મુલાકાત કરી અને ચાલી રહેલી પ્રવૃતિની જાણકારી આપી હતી.
યુ.એન. મિનિસ્ટરીયલ રાઉન્ડ ટેબલ્સની સર્વોચ્ચ કક્ષાએ પણ ડો. ભાવના જોશીપુરાને ઉ૫સ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડયું હતું.
ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ વુમન દ્વારા સવિશેષ રીતે ગ્રામ્ય વિસ્તારની મહીલાઓના સશકિતકરણની વ્યહુરચના અને પડકારો વિષય ઉપર વિશ્વના પસંદ કરાયેલ સ્વૈચ્છિક સંગઠનોની શિખર પરિષદનું સવિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભારતની ગ્રામીણ મહિલાઓની સ્થિતિ ઉપર ડો. ભાવના જોશીપુરાએ વકતવ્ય આપ્યું હતું.
તેમજ સંયુકત રાષ્ટસંઘના સભ્યદેશોના સરકારી પ્રતિનિધિઓ અને સ્વૈચ્છિક સંગઠનાઓના પ્રતિનિધિઓના બનેલા વિશ્વ સમુદાય સમક્ષ વૈશ્વિક સ્તરની ચર્ચાનાં તારણ સ્વરુપ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યા છે. આ મુસદ્દામાં સમાવિષ્ટ બાબતો અને ભલામણોની પૂશ્રતી અર્થે ૨૦૩૦ નો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ અને ગ્રામ્ય ક્ધયાઓના જીવનધોરણને સુગમ બનાવવાની સાથે તમામ પ્રકારે સમાજ જીવનના તમામ મહત્વપૂર્ણ સમુહને સક્ષત બનાવવા માટેની સંકલ્પના વ્યકત કરવામાં આવી છે.
મુખ્ય સંકલ્પનામાં મહિલાઓ ઉપર થતા જાતિગત અત્યાચારો દૂર થાય, સ્થળાંતરિત મહીલાઓના અધિકારીથી પ્રસ્થાપિત કરવા, આરોગ્ય, શિક્ષણ, રોજગારી જમીનના માલીકી હકકો સહીતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સંયુકત રાષ્ટ્રસંઘના ૨૦૧૮ ના મહિલાઓ માટેના એવોર્ડમાં જેની પસંદગી થઇ છે તે આફ્રિકાની લોખંડી મહિલા ડો. મલામ્બો નગુકાઆની સાથેની પેનલમાં ડો. ભાવના જોશીપુરાને સાથે સ્થાન આપવામાં આવ્યું હતું. ફોરમની વિશેષતા એ હતી કે આગામી સમયમાં કેવી રીતે સારુ પરિણામ લાવી શકાય તે અર્થેના સૂચનો કરવાના હતા અને વાસ્તવિક ચિતાર રજુ કરવાનો હતો પરંતુ આ ફોરમમાં કોઇપણ પ્રકારે નકારાત્મક બાબતોની ચર્ચા નિવારવામાં આવી હતી.
જલવાયુ પરિવર્તન વિભાગના આંતરરાષ્ટ્રીય ઉપાઘ્યાક્ષ નટાલીયા કોસટુસ સાથે યોજાયેલી ડો. ભાવના જોશીપુરાની મીટીંગમાં રાજકોટ ખાતે કલાઇમેન્ટ ચેન્જના વિષય ઉપર આયોજીત સેમીનારના તારણો સવિશેષ રીતે રજુ કરવામાં આવ્યા હતા.
સમગ્ર પણે સંયુકત રાષ્ટ્રસંઘ સીએસડબલ્યુ-૬ર ના ફોરમમાં વૈશ્વિક સ્તર ઉપર ગ્રામીણ મહીલા કલ્યાણ સુરક્ષા અને સશકિતકરણના ત્રિવિધ મંત્રને સાકાર કરવા માટે આંતરરાષ્ટ્રીય ઘોષણાઓ કરવામાં આવી હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com