આજે વિશ્વ થેલેસેમિયા દિવસ
હીમોગ્લોબીનને ઘટાડતા વિષય રોગ ‘થેલેસેમિયા’ને દેશમાંથી નાબુદ કરવા રાષ્ટ્રીય નીતિની જરૂરૂર
૮ મેના દિવસને દુનિયાભરમાં થેલેસેમિયા દિન તરીકે ઉજવવામાં આવે છે. થેલેસેમિયા એક એવો લોહીનો વારસાગત રોગ છે કે જે ઉંમર વધતાની સાથે દર્દીઓમાં લોહી અથવા હિમોગ્લોબીનનું નિર્માણ ઘટાડી નાખે છે. આ ઉપરાંત શરીરમાં ઓક્સિજન પહોંચાડનારી લાલ લોહીની કોશિકાઓની સતત કમીથી શરીરમાં પુરતા પ્રમાણમાં ઓકિસજનની આપુર્તિ થતી નથી આથી બાલ્યાવસ્થામાં જ ઘણા બાળકો આ બીમારીથી મોતને ભેટે છે.
જો માતા-પિતા બંને થેલેસેમિયાગ્રસ્ત હોય તો બાળક પણ થેલેસેમિયા બિમારી સાથે જ જન્મે છે. વર્ષ ૨૦૧૭માં રાજકોટમાં મેજર થેલેસેમિયા સાથે ૨૦ બાળકોનો જન્મ થયો હોવાનું નોંધાયું છે જે પાછલા વર્ષોની સંખ્યાએ વધારે છે. થેલેસેમિયાના પડકારજનક રોગની નાબુદી માટે સરકાર સહિત ઘણી સેવાકીય સંસ્થાઓ પણ યોજનાઓ અને વિવિધ ઝુંબેશ ચલાવે છે પરંતુ ભારતદેશને સંપૂર્ણપણે થેલેસેમિયામાંથી બહાર કાઢવામાં સફળતા મળી નથી.
સમગ્ર દેશમાં એક લાખથી વધુ બાળકો થેલેસેમિયાગ્રસ્ત છે. દર વર્ષે એક હજારથી વધુ બાળકો થેલેસેમિયા બિમારીની સાથે જન્મે છે. ભારતમાં તમિલનાડુ એવું રાજય છે કે જયાં સૌથી વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો જન્મે છે. જણાવી દઈએ કે, આ બિમારીમાં લોહીતત્વ એટલે કે હિમોગ્લોબીન ઘટે છે. સમય જતા તેની ઉણપ વર્તાય છે એટલે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સમયાંતરે લોહી ચડાવવું પડે છે. આ રોગની નાબુદી માટે ભારતમાં દર વર્ષે સરકાર સરેરાશ લગભગ ૧૫ હજાર કરોડ પિયા ખર્ચે છે તેમ છતાં કોઈ નકકર યોજના અમલી ન બનતા આ ખર્ચ પાણીમાં પડે છે.
જો આ થેલેસેમિયા બિમારીના ઉપચારની વાત કરીએ, તો થેરાપી અને બોન મૈરો ટ્રાન્સ પ્લાન્ટેશન ટેકનીકથી આ શકય બની શકે છે પરંતુ આ પઘ્ધતિનો અર્થ ખુબ જ વધારે થાય છે જેથી બધા દર્દીઓ આ ઈલાજ કરાવી શકવા સક્ષમ નથી. ડોકટરી સલાહની સાથે દર્દીઓએ પોતાની જાતે પણ ધ્યાન રાખવું જોઈએ. થેલેસેમિયાગ્રસ્ત લોકોએ શરીરમાં આયર્ન વધારે તેવો ખોરાક ન લેવો જોઈએ અને કેલ્શિયમ તેમજ વિટામીન-ઈ યુકત ખોરાક વધુ પ્રમાણમાં આરોગવો જોઈએ. માંસ ખાવાનું સાવ ટાળવું જોઈએ જયારે તેની જગ્યાએ ચા, દુધ, દહીં જેવી ડેરી પ્રોડકટસ અને કોફી પીવાનું રાખવું જોઈએ.
થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે આહાર
શું ખાવું જોઈએ
* કેલ્શિયમ અને
વિટામીન-ઈ યુકત ખોરાક ખાવો
* ઘઉં, મકાઈ, ચોખા
* દુધ, દહીં, છાશ
* કોફી, ચા, ઈંડા, બદામ
શું ન ખાવું જોઈએ.
* શરીરમાં આર્યનનું પ્રમાણ વધારતો ખોરાક ન ખાવો.
* માંસ, માછલી, કઠોળ
* સુકી દ્રાક્ષ, તરબુચ
* પાલકની ભાજી, ખજુર, ખારેક
* વિટામીન-સી યુકત ખોરાક
* ભારતમાં દર વર્ષે ૧ લાખથી વધુ બાળકો થેલેસેમિયાની સાથે જન્મે છે.
* થેલેસેમિયા રોગને લઈ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ તમિલનાડુમાં
* થેલેસેમિયા રોગની નાબુદી માટે સરકાર દર વર્ષે સરેરાશ ૧૫ હજાર કરોડ ખર્ચે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com