મિત્સૂબીસી ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ માટે ઈલેકટ્રોનીક સાધનોનું નિર્માણ કરશે.
સાણંદ ઈન્ડસ્ટ્રીયલ ઈસ્ટેટમાં જાપાની રોકાણકારો રસ લઈ રહ્યા છે. તેથી ઉધોગ જગતનો ઝડપી વિકાસ થઈ શકે છે. પ્રચલિત કંપની મિત્સુબીસી ઈલેકટ્રીક ગુજરાતની સાણંદ ઈન્ડસ્ટ્રીયલ ઈસ્ટેટમાં રૂરૂ.૫૦૦ કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં છે. તેથી સાણંદમાં મેન્યુફેકચરીંગની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. તાજેતરમાં જ કંપનીએ જીઆઈડીસીને ઉધોગ માટેની જમીન ફાળવવા માટે અરજી મોકલી હતી.
તેમણે મેન્યુફેકચરીંગ યુનિટ માટે ૧૫ એકર જમીનની અરજી કરી છે. જીઆઈડીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે કંપની માટે યોગ્ય લોકેશનની તપાસ કરી રહ્યા છીએ. કારણકે તેમણે જમીનના ખુબ જ મોટા ટુકડાની માંગ કરી છે માટે તેમની જરૂરીયાત મુજબ પ્લોટ આપવામાં આવશે અને આ પ્રક્રિયા પણ જલ્દી પૂર્ણ થશે.
મિત્સુબીસી ઓટોમોબાઈલ મેન્યુફેકચર માટે ઈલેકટ્રોનીક સાધનો બનાવવાનું સાણંદમાં શરૂ કરશે. તેથી ૧૦૦૦ લોકો માટે નોકરીની તકોનું સર્જન થશે. જેના શરૂઆતથી તબકકામાં જ ૫૦૦ નોકરીની તકો રહેશે. જેની શરૂઆત એકથી બે વર્ષમાં થઈ જશે.
અમદાવાદથી ૨૫ કિ.મી.ની દુરી પર આવેલા સાણંદમાં દેશ-વિદેશના લોકો રોકાણ કરે જ છે ત્યારે હવે ૫૦૦ કરોડના રોકાણ સાથે મિત્સુબીસી ગુજરાતના ઉધોગ જગતમાં પ્રવેશ કરશે. સાણંદમાં ઘણી માઈક્રો કમોલ અને મિડિયમ એન્ટરપ્રાઈસ કંપનીઓ જોડાયેલી છે. સાણંદથી ૬૬ કિમીની દુરી પર વિઠ્ઠલપુર નજીક પહેલુ જાપાની ઉધોગ પાર્ક ૧૨૦ હેકટરમાં બનશે.
તેથી વધુ ૧૫૦૦ કરોડ જેટલા રોકાણો થવાની આશા છે. તેજ સમયે રાજય સરકારે સાણંદ નજીક ખોરજમાં બીજુ જાપાની ઉધોગ પાર્ક બનવાની ઘોષણા કરી હતી. જીઆઈડીસી અધિકારીએ જણાવ્યું કે તેમને વધુ જાપાની રોકાણકારી પેઢીઓની ઈન્કવાયરી આવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,